ડિજિટલ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ માટે ફિલ્મ બનાવશે શાહરુખ ખાન

28 February, 2019 09:40 AM IST  | 

ડિજિટલ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ માટે ફિલ્મ બનાવશે શાહરુખ ખાન

શાહરુખ ખાન

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ માટે શાહરુખ ખાન એક ફિલ્મ બનાવવાનો છે. તેના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા તે નેટફ્લિક્સ માટે ‘બાર્ડ ઑફ બ્લડ’ વેબ-સિરીઝ પણ બનાવી રહ્યો છે. આ વેબ-સિરીઝમાં ઇમરાન હાશ્મી અને કીર્તિ કુલ્હારી જોવા મળશે. શાહરુખની આ ફિલ્મ ૧૯૮૩માં મુંબઈમાં સક્રિય શાર્પશૂટર્સ અને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પર આધારિત રહેશે. મુંબઈ પોલીસ દ્વારા આતંકવાદ સામે લડવા માટે ટ્રેઇન કરવામાં આવેલા શાર્પશૂટર્સ અને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પર આ ફિલ્મમાં વધુ ફોકસ કરવામાં આવશે. ફિલ્મમાં એ સમયમાં ઘટેલી અનેક ઘટનાઓની સાથે જ ભારતની એ ઐતિહાસિક જીતને પણ દેખાડવામાં આવશે જ્યારે ભારતે પહેલી વાર ક્રિકેટમાં વલ્ર્ડ કપ જીત્યો હતો.

આ પણ વાંચોઃ શાહરુખ અને ફરહાન કેમ નથી કરી રહ્યા એકબીજાનો સામનો?

એ સમયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન વસંતદાદા પાટીલ હતા. શાહરુખ હાલમાં ‘બદલા’ને કો-પ્રોડ્યુસ કરી રહ્યો છે. શાહરુખની ઍક્ટિંગની વાત કરીએ તો કંગના રનોટ અને રાજકુમાર રાવની ‘મેન્ટલ હૈ ક્યા’માં તે નાનકડી ભૂમિકામાં જોવા મળવાનો છે.

Shah Rukh Khan red chillies entertainment