જબરદસ્ત પાર્ટી આપશે શાહરુખ ખાન

01 November, 2023 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાન આ વર્ષે જોરદાર બર્થ–ડે પાર્ટી આપવાનું આયોજન કરી રહ્યો છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન આ વર્ષે જોરદાર બર્થ–ડે પાર્ટી આપવાનું આયોજન કરી રહ્યો છે. તેનો બીજી નવેમ્બરે જન્મદિવસ છે. દર વર્ષે તેના ઘરની બહાર તેના ચાહકોનો જમાવડો જોવા મળે છે અને આ વર્ષે પણ તે જરૂર જોવા મળશે. જોકે આ વર્ષે શાહરુખે ૫૦૦ કરોડની બે ફિલ્મો ‘પઠાન’ અને ‘જવાન’ આપી છે. આ બે ફિલ્મોની સાથે તે હવે ‘ટાઇગર 3’માં અને ‘ડંકી’માં પણ જોવા મળવાનો છે. આ વર્ષ શાહરુખ ખાનનું છે અને તેણે બૉક્સ-ઑફિસ પર રાજ કર્યું છે. ફિલ્મની સફળતા અને જન્મદિવસને તે ખૂબ જ ગ્રૅન્ડ રીતે સેલિબ્રેટ કરવા માગે છે અને એથી જ તે કોઈ કસર છોડવા નથી માગતો. આ પાર્ટીમાં બૉલીવુડની મોટી–મોટી હસ્તીઓ તો જોવા મળશે જ, પરંતુ સાઉથની પણ ઘણી સેલિબ્રિટીઝ જોવા મળશે. આ સાથે જ તેની દીકરી સુહાના ખાન પણ બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે અને આ પાર્ટી તેના ડેબ્યુને સેલિબ્રેટ કરવા માટે પણ છે. આ પાર્ટી તેના ઘરે નહીં, પરંતુ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

bollywood news entertainment news Shah Rukh Khan