ઍક્શન ફિલ્મ કિંગ પછી શાહરુખ ખાન જોવા મળશે મૅચ્યોર રોમૅન્ટિક ફિલ્મમાં

19 March, 2026 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ મુજબ શાહરુખને તેની જૂના સમયની સ્ટાઇલ સાથે મૅચ થાય એવી બિગ બજેટ મૅચ્યોર રોમૅન્ટિક ફિલ્મની ઑફર મળી છે

શાહરુખ ખાનની ફાઇલ તસવીર

રોમૅન્ટિક હીરો તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકેલો શાહરુખ ખાન છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત ઍક્શન ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે. તેની આગામી ફિલ્મ ‘કિંગ’ પણ ઍક્શન ફિલ્મ છે. હવે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થવાની નજીક છે અને સાથે જ તેણે પોતાની આગામી ફિલ્મ માટે રાઇટર્સ અને ડિરેક્ટર્સ સાથે મુલાકાતો શરૂ કરી દીધી છે.

રિપોર્ટ મુજબ શાહરુખને તેની જૂના સમયની સ્ટાઇલ સાથે મૅચ થાય એવી બિગ બજેટ મૅચ્યોર રોમૅન્ટિક ફિલ્મની ઑફર મળી છે. શાહરુખને આ ફિલ્મની સ્ટોરી પણ ખૂબ પસંદ આવી છે અને તે એને પોતાના આગામી પ્રોજેક્ટ તરીકે ગંભીરતાથી વિચારી રહ્યો છે.

રિપોર્ટ પ્રમાણે શાહરુખ ‘પઠાન’ અને ‘જવાન’ જેવી બૅક-ટુ-બૅક ઍક્શન ફિલ્મો કર્યા પછી હવે થોડો બ્રેક લેવા માગે છે. ઍક્શન ફિલ્મોમાં ભારે શારીરિક મહેનત અને ઈજાઓ થતી હોવાને કારણે તે હવે હળવી અને ઇમોશનલ સ્ટોરી તરફ વળવા માગે છે. ડૉક્ટર્સની સલાહને ધ્યાનમાં રાખીને તે રોમૅન્ટિક ફિલ્મ પસંદ કરી રહ્યો છે.

Shah Rukh Khan king upcoming movie entertainment news bollywood bollywood news