શાહ રુખ ખાન પરિવાર સાથે મનાવી રહ્યા છે માલદિવ્સમાં વેકેશન

22 July, 2019 09:01 PM IST  | 

શાહ રુખ ખાન પરિવાર સાથે મનાવી રહ્યા છે માલદિવ્સમાં વેકેશન

બોલીવુડના કિંગ શાહ રુખ ખાનનું સ્ટારડમ ભારતની સાથે સાથે વિદેશમાં પણ જોરદાર છે. દેશમાં હોય કે વિદેશમાં શાહરૂખ ખાન તેના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. હાલમાં જ એક્ટર શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે માલદિવમાં રજાઓ માણી રહ્યાં છે. આ દરમિયાને તેમના વેકેશનના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ દરમિયાન શાહ રૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે વીડિયોમાં શાહરૂખ ખાન આર્યન ખાન અને તેના પરિવાર સાથે દેખાઈ રહ્યો છે. મલેશિયાના ફેમસ સ્ટાર નજીમ ઓથમૈન શાહ રૂખ ખાન અને પરિવારને મળવા એરપોર્ટ પહોંચ્યા હતા. નજીમે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

ભારતમાં નજીમનો વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં શાહ રૂખ ખાન પોતાના ત્રણેય બાળકો આર્યન, સુહાના અને અબરામ સાથે જોવા મળી રહ્યો છે. વીડિયો પોસ્ટ કરતા નજીમે લખ્યું હતું કે, શાહ રૂખ ખાન અને તેમનો પરિવાર વેકેશન મનાવવા માલદિવ્સ આવ્યાં છે. ગૌરી ખાને પણ માલદિવ્સના વેકેશનના ફોટોઝ પોસ્ટ કર્યા હતો તેમા પરિવાર સાથે બોટમાં મજા માણતા દેખાઈ રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહ રૂખ ખાન છેલ્લે કેટરિના કૈફ સાથે ઝીરોમાં જોવા મળ્યા હતાં ત્યારબાદ શાહ રૂખ ખાન અને આર્યન ખાને ધ લાયન કિંગ માટે પોતાનો અવાજ આપ્યો હતો. વોલ્ટ ડિઝનીની આ ફિલ્મને બોક્સ ઓફિસ પર લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

Shah Rukh Khan gujarati mid-day