શું લંડનની બ્લૉગરને ડેટ કરી રહ્યો છે શાહરૂખ ખાનનો દીકરો આર્યન?

19 July, 2019 03:56 PM IST  | 

શું લંડનની બ્લૉગરને ડેટ કરી રહ્યો છે શાહરૂખ ખાનનો દીકરો આર્યન?

શાહરૂખ સંગ દીકરો આર્યન

બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન આ સમયે 'ધ લાયન કિંગ'માં ડબિંગને લઈને ઘણો ચર્ચામાં છે. ભારતમાં ફિલ્મ આજે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં શાહરૂખ અને આર્યન બન્નેએ પોતાની અવાજ આપી છે.

આર્યન ખાને ફિલ્મના હિન્દી વર્ઝનમાં 'સિમ્બા'ની અવાજ ડબ કરી છે. જ્યારે શાહરૂખ ખાને 'મુફાસા'ની અવાજને ડબ કરી છે. ભારતમાં આ ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે, પંરતુ આર્યનના ડેબ્યૂના કારણથી આ પહેલેથી ઘણો ચર્ચામાં છે.

આ પણ વાંચો : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

આર્યન આમ તો ફિલ્મને લઈને ચર્ચામાં તો છે જ પરંતુ કોઈ બીજા કારણથી પણ તે સમાચારમાં આવી ગયો છે. એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટમાં છપાયેલા સમાચાર મુજબ આર્યન લંડનની એક બ્લૉગરને ડેટ કરી રહ્યા છે. સમાચાર મુજબ આર્યનની માતા ગૌરી ખાન એ છોકરીને મળી ચૂકી છે અને એની મુલાકાતથી તે ઘણી ખુશ પણ છે.

aryan khan Shah Rukh Khan bollywood news