જબ મિલ બેઠે તીન યાર, શાહરુખ, સલમાન અને આમિર ખાન ! વાંચો શું થયું ?

26 April, 2019 03:02 PM IST  |  મુંબઈ

જબ મિલ બેઠે તીન યાર, શાહરુખ, સલમાન અને આમિર ખાન ! વાંચો શું થયું ?

શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાન

તાજેતરમાં જ ત્રણે ખાન સુપરસ્ટાર્સ એક સાથે જોવા મળ્યા હતા. આમિર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાને તાજેતરમાં જ કિંગ ખાનના બાંદ્રા સ્થિત બંગલો મન્નતમાં ભેગા થયા હતા. ફિલ્મફેર મેગેઝિનના રિપોર્ટ પ્રમાણે ત્રણે ખાને સાતે ભોજન અને ડ્રિંક્સ લેવાની સાથે કલાકો સાથે ગાળ્યા હતા.

આ રિપોર્ટ પ્રમાણે શાહરુખ ખાન, આમિર ખાન અને સલમાન ખાને આ મીટિંગ દરમિયાન પોતાની કરિયર વિશે વાતો કરી. આ મીટિંગ રાત્રે 8 વાગ્યા સુધી ચાલી હતી. સ્પષ્ટ છે કે ત્રણેય સુપરસ્ટાર્સ મીડિયાને આ મીટિંગથી દૂર રાખવા માગતા હતા. પણ જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી ત્રણેય ખાન્સના ફૅન અંદાજ લગાવી રહ્યા છે કે આખરે ત્રણેય ખાન કેમ બેગા થયા હતા. શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ ઝીરો અને આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન બોક્સ ઓફિસ પર ઉંધે માથે પટકાઈ હતી. ત્યારે ફૅન્સ ચર્ચા કરી રહ્યા છે કે ત્રણેય ખાન સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ભારત અને તેના પ્રિડીક્શન માટે ભેગા થયા હોઈ શકે છે.

જો કે હજી સુથી ત્રણમાંથી એક પણ ખાને આ મીટિંગ વિશે વાત નથી કરી. એટલે ફૅન્સ પણ અંદાજ લગાવવાનું ચાલુ જ રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલ સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ભારતમાં વ્યસ્ત છે. જે ઈદ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે કેટરીના કૈફ, દિશા પટણી, જૅકી શ્રોફ પણ છે. ફિલ્મનું ટ્રેલર અને ગીતો ઓલરેડી લોકોને ગમી ચૂક્યા છે. ફિલ્મના ગીતો અને ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે ફિલ્મ બોક્સ ઓફિર પર સારું પ્રદર્શન કરશે. સલમાનના ફેન્સને પણ હિટની આશા છે.

આ પણ વાંચોઃ સુપરક્યુટ છે આ ગુજરાતી સેલેબ્સના બાળકો, જુઓ ફોટોઝ 

તો આમિર ખાન અપકમિંગ પ્રોજેક્ટ લાલ સિંહ ચઢ્ઢા પર કામ કરી રહ્યા છે. લાલસિંહ ચડ્ઢા હોલીવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે. તો સામે શાહરુખ ખાને ઝીરો પછી કોઈ નવી ફિલ્મ અનાઉન્સ નથી કરી.

Shah Rukh Khan aamir khan Salman Khan Zero bollywood news thugs of hindostan