✕

કાતિલ નહીં...આશિક હૂં

28 October, 2026 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાથમાં બંદૂક અને દાંત વચ્ચે ગુલાબના ફૂલની સાથે શાહરુખ ખાનની કિંગનું નવું અને દમદાર પોસ્ટર

કિંગનું પોસ્ટર

શાહરુખ ખાન ૨૪ ડિસેમ્બરે રિલીઝ થનારી પોતાની આગામી ફિલ્મ ‘કિંગ’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને સોશ્યલ મીડિયા પર ફિલ્મની અપડેટ શૅર કરતો રહે છે. ગઈ કાલે શાહરુખે ફિલ્મ ‘કિંગ’નું નવું અને દમદાર પોસ્ટર શૅર કર્યું છે, જેમાં તેનો કિલર લુક જોવા મળી રહ્યો છે. આ પોસ્ટર શૅર કરીને શાહરુખે કૅપ્શન લખી હતી કે ‘આજ ફિર યાદ આયા, કાતિલ નહીં... આશિક હૂં.’ 
‘કિંગ’ના નવા પોસ્ટરમાં શાહરુખના કિલર અંદાજની સાથે રોમૅન્ટિક ઝલક પણ જોવા મળે છે. પોસ્ટરમાં શાહરુખ આગની જ્વાળાઓ વચ્ચે જોવા મળી રહ્યો છે અને તેની આંખોમાં રોમૅન્ટિક અંદાજ છે તેમ જ દાંત વચ્ચે તેણે પ્રેમનું પ્રતીક ગણાતું ગુલાબનું ફૂલ દબાવી રાખ્યું છે. એનો અંદાજ જોઈને એવું લાગે છે કે જાણે યુદ્ધ જીતી લીધા બાદ તે પોતાના પ્રેમ તરફ આગળ વધી રહ્યો હોય.

‘કિંગ’નું પોસ્ટર ‘ધુરંધર : ધ રિવેન્જ’ની કૉપી?
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ગઈ કાલે શાહરુખે આ ફિલ્મનું એક પોસ્ટર શૅર કર્યું હતું અને એની સાથે લખ્યું હતું કે ‘આજ ફિર યાદ આયા, કાતિલ નહીં... આશિક હૂં. ‘કિંગ ’૨૪ ડિસેમ્બરે થિયેટરમાં.’ જોકે આ પોસ્ટર સામે આવતાં જ સોશ્યલ મીડિયા પર લોકો એની સરખામણી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ના પોસ્ટર સાથે કરવા લાગ્યા છે. લોકો ‘કિંગ’ના સત્તાવાર પોસ્ટરને ‘ધુરંધર : ધ રિવેન્જ’ના પોસ્ટરની સસ્તી કૉપી ગણાવી રહ્યા છે.

Shah Rukh Khan bollywood buzz bollywood news bollywood entertainment news king