તો આને ડેટ કરવા ઈચ્છે છે શાહરુખની પુત્રી સુહાના, જુઓ

17 February, 2019 04:00 PM IST  | 

તો આને ડેટ કરવા ઈચ્છે છે શાહરુખની પુત્રી સુહાના, જુઓ

શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાલ હાલ લંડનની અર્ડિંગ્લી કોલેજમાં અભ્યાસ કરી રહી છે. આ દરમિયાન તે ક્યારેક ક્યારેક ઈન્ડિયા પણ આવતી જતી રહે છે. શુક્રવારે સુહાનાએ પોતાના ફેન્સને સાથે ઈન્સ્ટાગ્રામ પર 'આસ્ક મી' સેશન કર્યું. જેમાં તેને સંખ્યાબંધ સવાલો મળ્યા હતા. જેમાંથઈ એક સવાલ હતો તેની જિંદગીમાં સૌથી મહત્વની વ્યક્તિ કોણ છે, સુહાનાએ જવાબ આપ્યો 'પાપા'. સુહાનાએ ડેડી શાહરુખ ખાન સાથેનો ફોટો પણ શૅર કર્યો.

તો આ જ એક્ટિવિટી દરમિયાન સુહાના ખાનને એક સવાલ એ પણ મળ્યો કે તે કોને ડેટ કરવા ઈચ્છે છે. આ સવાલના જવાબમાં સુહાનાએ કોરિયન પોપ સિંગર કિમ જૂન મ્યોન ઉર્ફે સુહોનો ફોટો શેર કર્યો. સુહોનું એક્સો નામનું બેન્ડ આખા વર્લ્ડમાં ફેમસ છે.

સુહાનાએ તેનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જુઓ ફોટો

ઉલ્લેખનીય છે કે સુહાનાને એક્ટિંગનો ખૂબ જ શોખ છે. તે સમયાંતરે સ્ટેજ શોઝમાં પાર્ટિસિપેટ કરતી રહે છે. તેના ફોટોઝ પણ વાઈરલ થયા કરે છે. ડેડી શાહરુખની જેમ જ સુહાના પણ એક્ટિંગમાં કરિયર બનાવવા ઈચ્છે છે. SRK અને ગૌરીની આ ડૉટરને એક્ટિંગ કરિયર વિશે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેણે હા પડતા કહ્યું, 'Why not ?'

 

તાજેતરમાં જ રોમિયો અને જુલિયન નાટકનો તેનો ફોટો વાઈરલ થયો હતો. સુહાનાના ડેડી કિંગ ખાન પણ આ પ્લે જોવા ગયા હતા અને પોતાની પુત્રી માટે એક સ્વીટ પોસ્ટ પણ કરી હતી.

આ પણ વાંચોઃ સુહાના પાસેથી ઝીરોના એક ગીતના લિરિક્સ શીખ્યા શાહરુખ

સુહાના ખાન ફેશન મેગેઝિનના કવર પેજ પર પણ ડેબ્યુ કરી ચૂકી છે. આ મેગેઝિનમાં તેણે દેશના સૌથી વધુ ફેમસ સ્ટારની પુત્રી હોવા વિશે વાત કરી હતી. તો સુહાના જ્યારે ઈન્ડિયામાં હોય ત્યારે શાહરુખ ખાન સાથે સેટ પર પણ જોવા મળે છે. છેલ્લે ઝીરોમાં સુહાના ખાને ડેડી ડિયરેસ્ટને ફિલ્મના ગીત મેરે નામ તુના લિરીક્સ યાદ કરવામાં હેલ્પ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં શાહરુખ ખાન પોતાના ત્રણેય બાળકો આર્યન, સુહાના અને અબ્રાહમને પ્રોફેસન પસંદ કરવા આઝાદી હોવાનું કહી ચૂક્યા છે.

Shah Rukh Khan suhana khan Zero