ફિલ્મ સાઇન કરવા અંગે શાહરુખ ખાને કર્યો આ મોટો ખુલાસો, કહ્યું આ...

08 September, 2019 04:40 PM IST  |  મુંબઈ ડેસ્ક

ફિલ્મ સાઇન કરવા અંગે શાહરુખ ખાને કર્યો આ મોટો ખુલાસો, કહ્યું આ...

શાહરુખ ખાન

શાહરુખ ખાને ફિલ્મ 'ઝીરો' ફ્લોપ થયા પછી કોઈ ફિલ્મ સાઈન નથી કરી. જો કે થોડાક દિવસ પહેલા એ ચર્ચા હતી કે તે ફરહાન અખ્તરની 'ડૉન 3'માં દેખાશે. પણ આ વાત પણ અફવા સાબિત થઈ છે. આવી જ અફવાઓને લઈને શાહરુખ ખાને એક ટ્વીટ કર્યું છે.

શાહરુખે એક ટ્વીટ કરીને લખ્યું છે કે, "આ જાણીને હંમેશાં સારું લાગે છે કે મારી ગેરહાજરીમાં અને મારી પાછળ, હું હંમેશા ફિલ્મો સાઇન કરી લઉં છું જેના વિશે મને ખબર પણ નથી હોતી. છોકરાઓ અને છોકરીઓ, હું જ્યારે ફિલ્મો કરું છું, ત્યારે હું સાચું કહું છું કે હું આ કરી રહ્યો છું.... આ સિવાય આ બધી વાતો અફવાઓ છે."

આ પહેલા ટ્વીટમાં શાહરુખે ઇસરો 'ચંદ્રયાન 2'ને લઈને પોતાનું રિએક્શન આપ્યું હતું. શાહરુખે એક ટ્વીટ દ્વારા ઇસરોની હિંમત વધારી હતી. પોતાના ટ્વીટમાં કિંગ ખાને લખ્યું કે, કેટલીય વાર આપણે લક્ષ્ય સુધી નથી પહોંચી શકતાં જ્યાં આપણે પહોંચવા માગતા હોઈએ છીએ. પણ મહત્વની વાત એ છે કે આપણે પ્રયત્ન કર્યો અને આપણે વિશ્વાસ અને આશા બાંધી રાખી. આપણી હાલની સ્થિતિ આપણું ફાઇનલ ડેસ્ટિનેશન નથી.... ઇસરો પર ગર્વ છે.

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો છે આગવો અંદાજ, જુઓ તસવીરો

જણાવીએ કે છેલ્લે શાહરુખ ખાન ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ખાસ પ્રદર્શન નહોતું દર્શાવ્યું પણ શાહરુખ ખાનની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. કેટરીના કેફ, અનુષ્કા શર્મા અને શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 21 ડિસેમ્બર 2018માં રિલીઝ થઈ હતી, જેના પછી અત્યાર સુધી શાહરુખ ખાને કોઇપણ ફિલ્મ સાઇન કરી નથી.

ઉલ્લેખનીય છે કે પિંકવિલાની રિપોર્ટ પ્રમાણે શાહરુખ ખાન ટૂંક સમયમાં જ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની એક્શન ફિલ્મ પર કામ શરૂ કરવાના છે. શાહરુખ ખાન એક લાંબા સમયથી એક્શન ફિલ્મની શોધમાં હતા તે હવે લાગે છે કે તેની શોધ પૂરી થઈ ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાન સ્ટારર આ ફિલ્મ વર્ષ 2020ની સારી ફિલ્મ હોઈ શકે છે.

Shah Rukh Khan bollywood bollywood events bollywood gossips bollywood news