શાહરૂખ ખાનનો ‘પઠાન’ લુક તમે જોયો કે નહીં?

01 December, 2020 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શાહરૂખ ખાનનો ‘પઠાન’ લુક તમે જોયો કે નહીં?

યશ રાજ ઓફિસમાં ‘પઠાન’ લુકમાં જોવા મળેલો શાહરૂખ ખાન (તસવીર સૌજન્ય: યોગેન શાહ)

બૉલીવુડના ‘બાદશાહ ખાન’ કહેવાત અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને બીગ સ્ક્રીન પર જોવા માટે ફૅન્સ છેલ્લા બે વર્ષથી આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. અભિનેતા છેલ્લે 21 ડિસેમ્બર 2018ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. હવે શાહરૂખ ખાનની આગામી ફિલ્મની સોશ્યલ મીડિયામાં બહુ ચર્ચા થઈ રહી છે. અહેવાલોના આધારે અભિનેતા ફિલ્મ ‘પઠાન’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને જોન અબ્રાહમ (John Abraham) હોવાનું કહેવાય છે. જોકે, સિદ્ધાર્થ રાજ આનંદ (Siddharth Raj Anand) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ.

ગઈકાલે, સોમવારે શાહરૂખ ખાન અંધેરીમાં આવેલી યશ રાજ ઓફિસની બહાર જોવા મળ્યો હતો. જેમાં અભિનેતાના લાંબા વાળ હતા અને માનવામાં આવે છે આ લુક તેની આવનારી ફિલ્મ ‘પઠાન’નો છે. શાહરૂખનો આ લુક 2011માં આવેલી ફિલ્મ ‘ડોન 2’ની યાદ અપાવે છે.

‘પઠાન’ વિશે વાત કરતા સુત્રોએ મિડ-ડેને જણાવ્યું હતું કે, અંધેરીમાં આવેલા યશ રાજ સટુડિયોમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યાં એક વિશાળ સેટ બનાવવામાં આવ્યો છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આ ચોથી ફિલ્મ સાથે છે. આ પહેલા તેમણે ‘ઓમ શાંતિ ઓમ’, ‘હેપ્પી ન્યુ યર’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં સાથે કામ કર્યું છે.

સુત્રોએ વધુમાં કહ્યું હતું કે, આ ફિલ્મ માટે દીપિકા પાદુકોણનું શાહરૂખ ખાન સાથેનું 20 દિવસનું શેડ્યૂલ છે. ત્યારબાદ અભિનેત્રી સિદ્ધાંત ચર્તુવેદી અને અનન્યા પાન્ડે સ્ટારર ફિલ્મના શૂટિંગમાં જોડાશે. દીપિકા અને શાહરૂખનું શૂટિંગ ડિસેમ્બર મહિનાના અંત સુધી પુરુ થાય તેવી શક્યતા છે.

‘પઠાન’ સિવાય શાહરૂખ ખાને રાજકુમાર હિરાનીની કૉમેડી ફિલ્મ અને સાઉથના ફિલ્મમેકરની એક્શન ફિલ્મ માટે હા પાડી છે.

entertainment news bollywood bollywood news upcoming movie Shah Rukh Khan