લૉકડાઉનમાં શાહરૂખની નજીકની વ્યક્તિનું નિધન, કહ્યું 'તમે બહુ યાદ આવશો'

16 May, 2020 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉનમાં શાહરૂખની નજીકની વ્યક્તિનું નિધન, કહ્યું 'તમે બહુ યાદ આવશો'

શાહરૂખ ખાન

બોલીવુડ અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી સતત દુ:ખદ સમાચાર આવી રહ્યાં છે. લૉકડાઉનમાં બોલીવુડના કિંગ ખાન શાહરૂખની બહુ નજીકની વ્યક્તનું મૃત્યુ થયું છે. શાહરૂખ ખાનની કંપની 'રેડ ચિલિઝ એન્ટરટેઈનમેન્ટ'ના ખાસ સભ્ય અભિજીતનું શુક્રવારે મોડી રાતે નિધન થયું છે. અભિજીતના મૃત્યુથી શાહરૂખને બહુ આઘાત લાગ્યો છે.

અભિજીત 'રેડ ચિલિઝ એન્ટરટેઈનમેન્ટ'મા શરૂઆતથી જ શાહરૂખ ખાન અને ગૌરી ખાન સાથે જોડાયેલ છે. અભિજીતના મૃતયુ પર શોક વ્યક્ત કરતા શાહરૂખે ટ્વીટ કર્યું હતું કે, ડ્રિમ્સ અનલિમિટેડ સાથે આપણે બધાએ ફિલ્મો બનાવવાની શરૂઆત કરી હતી. અભિજીત મારો સહુથી સારો સહયોગી હતો. આપણે કંઈક સારુ કર્યું, કંઈક ખોટુ કર્યું પરંતુ હંમેશા આપણે આગળ વધ્યા. તુ ટીમનો સૌથી મહત્વનો અને મજબુત સભ્ય હતો. તુ બહુ યાદ આવીશ મારા દોસ્ત.

ફક્ત શાહરૂખે જ નહીં પણ રેડ ચિલિઝે પણ અભિજીતના દુ:ખદ અવસાનની માહિતિ ટ્વીટ કરીને આપી હતી.

શાહરૂખની 'રેડ ચિલિઝ એન્ટરટેઈનમેન્ટ'ના બેનર હેઠળ ઘણી ફિલ્મો બની છે. 

entertainment news bollywood bollywood news Shah Rukh Khan red chillies entertainment