29 September, 2025 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’નું હાલમાં પોલૅન્ડમાં શૂટિંગ ચાલી રહ્યું છે. હાલમાં આ ફિલ્મના સેટ પરથી શાહરુખની એક તસવીર લીક થઈ છે જે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીરમાં શાહરુખ બ્લૅક સૂટ અને ડાર્ક સનગ્લાસમાં હાથમાં ગન સાથે જોવા મળે છે. તસવીર જોઈને એમ જ લાગે છે જાણે આ કોઈ ઍક્શન સીનનું શૂટિંગ ચાલી રહ્યું છે.