શાહરુખ ખાનની ચંદ્ર પર છે જમીન, જાણો આ વિશેની હકીકત

12 November, 2019 01:46 PM IST  |  Mumbai Desk

શાહરુખ ખાનની ચંદ્ર પર છે જમીન, જાણો આ વિશેની હકીકત

શાહરુખ ખાન ફિલ્મ ઝીરોમાં અંતરિક્ષ યાત્રીનું પાત્ર ભજવી ચૂક્યો છે. ફિલ્મમાં તેણે મંગળ પર જતાં પહેલા માનવનું પાત્ર ભજવ્યું હતું. આ વાત ફિલ્મી પડદાની છે, પણ શું તમને ખબર છે કે રિયલ લાઈફમાં પણ શાહરુખ ખાનનો અંતરિક્ષ સાથે પણ ઊંડું જોડાણ છે. શાહરુખ ખાન પાસે ચંદ્ર પર એક જમીનનો ટુકડો છે. આ માટે દર વર્ષે લૂનાર રિપબ્લિક સોસાઇટી (Lunar Republic Society) તેમને એક સર્ટિફિકેટ પણ આપે છે.

એક મહિલા ફેનની ભેટ છે ચંદ્ર પરની જમીન
ખાસ વાત એ છે કે શાહરુખ ખાને આ જમીન પોતે ખરીદી નથી. ચંદ્રની જમીન તેને ભેટમાં મળી છે. શાહરુખ ખાનને જમીન સાથે જોડાયેલો વ્યક્તિ માનવામાં આવે છે. તે પોતાના ચાહકોને ખૂબ જ પ્રેમથી મળે છે. કદાચ આ જ કારણ છે કે તેના ચાહકો પણ તેને ખૂબ જ પ્રેમ કરે છે. શાહરુખ ખાનની એવી જ એક ઑસ્ટ્રેલિયન મહિલા ચાહક છે, જેણે શાહરુખ ખાનને ભેટમાં ચંદ્ર પર જમીન ખરીદીને આપી છે. શાહરુખ ખાન પણ પોતાની આ મહિલા ફેનને મળી ચૂક્યો છે. એટલું જ નહીં શાહરુખ ખાન ઇમેલના માધ્યમથી આ ફેનના સંપર્કમાં પણ રહે છે. શાહરુખ ખાનના વિશ્વભરમાં લાખો કરોડો ચાહકો છે, જે તેને દરવર્ષે આવી જ ભેટ આપતાં રહે છે.

આ પણ વાંચો : Aarohi Patel: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...

શાહરુખ ખાનની આગામી ફિલ્મ હોઇ શકે છે સનકી
શાહરુખ ખાને પોતાના જન્મદિવસ પર જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મ વિશે જણાવશે. શાહરુખે લગભગ એક વર્ષ થી કોઇ ફિલ્મ સાઇન નથી કરી. કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાન સનકી ટાઈટલની એક ફિલ્મમાં દેખાઈ શકે છે. આ પેહલા શાહરુખ ખાન ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૅફ અને અનુષ્કા શર્મા પણ હતા.

Shah Rukh Khan bollywood bollywood news bollywood gossips