શાહરુખ ખાને ટ્રક પર કર્યો ખતરનાક ફાઇટ સીન, જુઓ વીડિયો

31 January, 2021 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

શાહરુખ ખાને ટ્રક પર કર્યો ખતરનાક ફાઇટ સીન, જુઓ વીડિયો

શાહરુખ ખાન (તસવીર સૌજન્ય મિડ-ડે)

બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના ચાહકો ઘણાં સમયથી તેની આગામી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. જ્યારથી ખબર પડી છે કે તની આગામી ફિલ્મ પઠાન છે તો ત્યારથી શાહરૂખ ફેન્સ તેની આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. શાહરુખ ખાન હાલ પઠાનના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન પઠાન ફિલ્મના શૂટ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

હાલ આ ફિલ્મું શૂટ દુબઈમાં થઈ રહ્યું છે. ફિલ્મના શૂટ સાથે જોડાયેલા કેટલાક વીડિયો અને તસવીરો સામે આવી છે જેમાં શાહરુખ ખાન ખતરનાક સ્ટન્ટ કરતો જોવા મળે છે. વીડિયોમાં શાહરુખ ખાન ટ્રક પર ફાઇટ સીનનું શૂટ કરતો જોવા મળે છે. તો બીજા વીડિયોમાં કિંગ ખાન બુર્ઝ ખલીફાની સામે શૂટ કરતો દેખાયો. આ સિવાય ફિલ્મ પઠાનના શૂટિંગ સેટ પરથી પણ કેટલીક તસવીરો સોશિયલ મીડયા પર વાયરલ થઈ રહી છે.

શાહરુખ ખાનના આ બધાં વીડિયો અને તસવીરોને દુબઇમાં રહેતા તેમના ચાહકોએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યો છે. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે યશરાજ બેનરની ફિલ્મ પઠાનનું શૂટ છેલ્લા કેટલાક સમયથી ચાલુ છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. જો કે, આ ફિલ્મને લઈને અત્યાર સુધી કોઇ ઑફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. તો જ્યારે શાહરુખ ખાનના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર પણ અનેક ગતિવિધિઓ થતી હોય છે તો ચાહકો તેને પઠાન સાથે જોડતા રહે છે.

આમ તો જ્યાં સુધી પઠાનની વાત છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આનું મુંબઇમાં બીજું શેડ્યૂલ પૂરું થઈ ગયું છે અને હવે ટીમ મિડલ ઇસ્ટમાં કેટલાક હાઇ ઑક્ટેન એક્શ દ્રશ્ય ફિલ્માવવાની તૈયારીમાં છે. મિડ-ડેના રિપૉર્ટ પ્રમાણે એક ટીમ યોગ્ય લોકેશનની રેકી માટે પણ કરવામાં આવી હતી. આ શેડ્યૂલમાં આંતરરાષ્ટ્રીય સ્તરના એક એક્શન દ્રશ્ય શૂટ કરવામાં આવશે અને આ ફિલ્મમાં જૉન અબ્રાહમ પણ સામેલ હશે, જે ફિલ્મમાં પ્રતિનાયકના પાત્રમાં છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ ફીમેલ લીડ રોલમાં છે.

તો ફિલ્મ વૉર પછી સિદ્ધાર્થ આનંદની આ આગામી રજૂઆત છે. પઠાનની રિલીઝ ડેટને લઈને હજી કંઇ નક્કી નથી, પણ ટ્વિટર પર આસ્ક એસઆરકે સેશનમાં શાહરૂખ ખાને એક ચાહકના પૂછવા પર જણાવ્યું હતું કે આ વર્ષે મોટા પડદે પાછો આવશે, જેના પછી અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે પઠાન આ વર્ષે આવી શકે છે.

Shah Rukh Khan bollywood bollywood news bollywood ssips dubai