શાહ રૂખ ખાનની પુત્રી સુહાના ખાનનો આ અંદાજ ઉડાવી દેશે હોશ

29 July, 2019 08:32 PM IST  | 

શાહ રૂખ ખાનની પુત્રી સુહાના ખાનનો આ અંદાજ ઉડાવી દેશે હોશ

શાહ રૂખ ખાનની પુત્રી સુહાના ખાન સુહાના ખાન સોશિયલ મીડિયામાં ઘણી લોકપ્રિય છે. સુહાના ખાનના નામથી ઘણા ફેન ક્લબ છે જેની પર ફેન્સ સુહાનાના ફોટો માટે રાહ જોતા હોય છે અને સુહાનાનો ફોટો જોત જોતામાં વાયરલ થઈ જાય છે. ઈન્ટરનેટ પર હાલ સુહાનાનો એક ફોટો વાયરલ થયો છે જેને એક ફેને તેના એકાઉન્ટ પર શૅર કરી હતી. આ તસવીરમાં સુહાના માલદિવ્સના પાણી અંદર હોડીના એક છેડે બેઠી છે અને હવામાં વાળ ઉડતા દેખાઈ રહ્યાં છે.

આ તસવીરમાં સુહાના સફેદ અને આસમાની રંગના ચેક્સ શર્ટમાં દેખાઈ રહી છે અને આજ કોમ્બિનેશનના શર્ટમાં જોવા મળી રહી છે. સુહાના ખાનના આ અંદાજને વખાણવામાં આવી રહ્યો છે. સુહાનાની આ તસવીર માલદિવ્સના તેના વેકેશનના દરમિયાનની છે. હાલમાં જ શાહ રૂખ ખાન પરિવાર સાથે માલદિવ્સમાં વેકેશન માણવા માટે પહોંચ્યા હતાં. શાહ રૂખ ખાને આ વેકેશની તસવીરો શૅર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સુહાનાએ હાલમાં જ તેનુ એજ્યુકેશન પૂરૂ કર્યું છે અને હવે તે એક્ટિંગની ઈનિંગ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સુહાનાએ શાહ રૂખ ખાનની ફિલ્મ ઝીરોની સેટ પર આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું અને ફિલ્મ ઝીરો દરમિયાન કેમેરા પાછળના કામને નજીકથી શિખી હતી.

Shah Rukh Khan suhana khan gujarati mid-day