બૉબ બિસ્વાસનું શૂટિંગ પૂરું કરતાં સૌનો આભાર માન્યો શાહરુખે

11 December, 2020 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉબ બિસ્વાસનું શૂટિંગ પૂરું કરતાં સૌનો આભાર માન્યો શાહરુખે

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

શાહરુખ ખાને ‘બૉબ બિસ્વાસ’નું શૂટિંગ પૂરું થતાં ટીમનો આભાર માન્યો છે. આ ફિલ્મને શાહરુખે પ્રોડ્યુસ કરી છે અને સુજોય ઘોષની દીકરી દિયા ઘોષે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન અને ચિત્રાંગદા સિંહ લીડ રોલમાં છે. ફિલ્મની ટીમનો ફોટો ટ્વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘આ ખરેખર અદ્ભુત છે. સૌએ પ્રોફેશનલ બનીને આ કપરા સમયમાં ખૂબ જ સમર્પણ સાથે કામ પૂરું કર્યું એ બદલ આભાર. તમને સૌને ભરપૂર પ્રેમ અને લક.’

entertainment news bollywood bollywood news upcoming movie Shah Rukh Khan abhishek bachchan chitrangada singh