મૈં હૂં નાની સીક્વલ બનાવવાની ચાલી રહી છે તડામાર તૈયારી

07 February, 2025 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માત્ર ૧૫ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ૮૪ કરોડ રૂપિયાની ધમાકેદાર કમાણી કરી હતી. હવે આ ફિલ્મની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે.

શાહરુખ ખાન

૨૦૦૪માં રિલીઝ થયેલી શાહરુખ ખાન અને સુસ્મિતા સેનની ફિલ્મ ‘મૈં હૂં ના’ બૉક્સ-ઑફિસ પર બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં શાહરુખે મેજર રામ શર્માનો રોલ ભજવ્યો હતો અને સુસ્મિતા તેની ટીચર હતી. એ ફિલ્મમાં ઝાયેદ ખાન અને અમ્રિતા રાવ લીડ રોલમાં હતાં. માત્ર ૧૫ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ૮૪ કરોડ રૂપિયાની ધમાકેદાર કમાણી કરી હતી. હવે આ ફિલ્મની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે.

‘મૈં હૂં ના’ને ફારાહ ખાને ડિરેક્ટ કરી હતી અને એનું નિર્માણ શાહરુખ ખાનના પ્રોડક્શન-હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બૅનર હેઠળ કરવામાં આવ્યું હતું. હવે આ જ સેટઅપમાં સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ સીક્વલ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘હાલમાં ફારાહ સીક્વલના આઇડિયા પર કામ કરી રહી છે અને શાહરુખે પણ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. હાલમાં સીક્વલના સ્ક્રીનપ્લે અને સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ જલદી તૈયાર થઈ જશે અને ૨૦૨૫ના ફર્સ્ટ હાફમાં એનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે.’

‘મૈં હૂં ના 2’માં શાહરુખ કામ કરશે એ કન્ફર્મ છે, પણ એની હિરોઇન કોણ બનશે એની સ્પષ્ટતા કરવામાં નથી આવી.

Shah Rukh Khan amrita rao main hoon na farah khan upcoming movie box office sushmita sen bollywood bollywood news entertainment news