‘જવાન’ની પ્રશંસા કરતાં શાહરુખને એમ્પરર કહ્યો કરણ જોહરે

15 September, 2023 08:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહરે ‘જવાન’ની પ્રશંસા કરતાં શાહરુખ ખાનને સમ્રાટ કહ્યો છે. આ ​ફિલ્મ ખૂબ ધમાલ મચાવી રહી છે. લોકો ફિલ્મની પાછળ ઘેલા બની ગયા છે

ફાઇલ તસવીર

કરણ જોહરે ‘જવાન’ની પ્રશંસા કરતાં શાહરુખ ખાનને સમ્રાટ કહ્યો છે. આ ​ફિલ્મ ખૂબ ધમાલ મચાવી રહી છે. લોકો ફિલ્મની પાછળ ઘેલા બની ગયા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઝ પણ શાહરુખની ‘જવાન’ની ફૅન્સ બની ગઈ છે. શાહરુખનો આ ફિલ્મનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘OMFG!!!! હું પાર્ટી માટે મોડો પડ્યો, પરંતુ ખરેખર આ અદ્ભુત પાર્ટી રહી. ઍટલીએ આ ફિલ્મ દ્વારા ધમાલ મચાવી છે. આ એક ઇમોશનથી ભરપૂર એડ્રિનલિન રશ ફિલ્મ છે કે જે ભારતીય સિનેમાનું પ્રતીક છે અને આ પર્ફેક્ટ ફિલ્મ છે. ફિલ્મની દરેક ફ્રેમમાં સિનેમૅટિક સાહસ દેખાય છે. દરેક એમાં અદ્ભુત હતા. સાન્યા મલ્હોત્રા અને પ્રિયkમણિ ખૂબ સરસ છે. નયનતારા ખૂબ સુંદર અને ફૅબ્યુલસ છે. વિજય સેતુપતિ બ્રિલિયન્ટ છે. દીપિકા પાદુકોણથી ખૂબ પ્રભાવિત થયો છું. તે પોતાના આ રોલમાં ગંભીરતા લઈને આવી છે અને અનુભવીની જેમ એને નિભાવ્યો છે. ભાઈ શાહરુખ ખાન વિશે તો શું કહું? તેના ફોર્સ ઑફ નેચરનો કોઈ પર્યાય નથી, પરંતુ જે પ્રકારે તેણે મેગા સ્ટારડમ દેખાડ્યું છે, તેના સિવાય બીજું કોઈ ન કરી શકે. તે સમ્રાટ છે અને તેની પ્રશંસામાં માથું નમાવું છું. જો તમે ‘જવાન’ ન જોઈ હોય તો તમને જાણ નહીં થાય કે તમે શું ગુમાવ્યું છે. મારી ફેવરિટ પ્રોડ્યુસર ગૌરી ખાન, કૉન્ગ્રેચ્યુલેશન્સ.’

karan johar Shah Rukh Khan jawan bollywood bollywood news entertainment news