Shah Rukh Khan Birthday : ‘મન્નત’ની બહાર ઊમટ્યાં ચાહકો, SRKએ અડધી રાત્રે ઝીલ્યું અભિવાદન

02 November, 2023 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Shah Rukh Khan Birthday: શાહરૂખ ખાનનો આજે 58મો જન્મદિવસ છે. અભિનેતાને શુભેચ્છા આપવા માટે તેના નિવાસસ્થાન `મન્નત`ની બહાર બુધવારે મધ્ય રાત્રિએ ચાહકો ભેગા થયા હતા.

મન્નત ખાતે ચાહકોનું અભિવાદન કરતો શાહ રૂખ ખાન

શાહરૂખ ખાનનો આજે જન્મદિવસ (Shah Rukh Khan Birthday) છે. બુધવારે મધ્યરાત્રિએ આ સુપરસ્ટારને તેના 58મા જન્મદિવસની શુભેચ્છા આપવા માટે તેના નિવાસસ્થાન `મન્નત`ની બહાર ચાહકો ભેગા થયા હતા. સૌ ચાહકોએ તેને બુધવારે મધ્યરાત્રિએ જ શુભેચ્છાઓ પાઠવી હતી.

અભિનેતા શાહ રૂખ ખાન તેના મુંબઈના બંગલાની બાલ્કનીમાં દેખાયો હતો. આ સાથે જ સુપરસ્ટારને બાલ્કનીમાં આવેલો જોઈને ચાહકો પણ ખુશ થઈ ગયા હતા. `કિંગ ઓફ રોમાંસ` તરીકે જાણીતો થયેલો આ અભિનેતા તેના બંને હાથ ફેલાવીને લોકોનું અભિવાદન કરતો પણ જોવા મળ્યો હતો. `જવાન` અભિનેતાએ ટ્રાઉઝર સાથે પ્લેન બ્લેક ટી-શર્ટ પહેર્યો હતો. તેણે બ્લેક કેપ પહેરેલી હતી. 

આ સાથે જ શાહ રૂખ ખાનનો એક વીડિયો પણ વાયરલ થયો છે, આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અભિનેતા તેના ઘરની બહાર એકઠા થયેલા તેના ચાહકોને શુભેચ્છા પાઠવી રહ્યો છે. વિવિધ શહેરોમાંથી સ્ટારસ્ટ્રક ચાહકો વહેલી સવારથી જ સ્ટારને પોતપોતાની રીતે જન્મદિવસ (Shah Rukh Khan Birthday)ની શુભેચ્છા આપવા માટે કતારમાં ઉભા હતા. ઘણા લોકો પોતાની સાથે મીઠાઈઓ, ટી-શર્ટ અને એસઆરકેના મોટા પોસ્ટર પણ લઈ આવ્યા હતા.

SRKએ તેના X હેન્ડલ પર જઈને પ્રશંસકોને જન્મદિવસ (Shah Rukh Khan Birthday) નિમિત્તે શુભેચ્છા પાઠવવા અને મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.  તેણે ચાહકોનો આભાર વ્યક્ત કરતાં લખ્યું હતું કે, "આ ખરેખર અવિશ્વસનીય છે કે તમારમાંથી ઘણા ચાહકો મોડી રાત્રે આવ્યા હતા અને મને શુભેચ્છા પાઠવી હતી. હું માત્ર એક અભિનેતા છું. હું તમારું થોડું મનોરંજન કરી શકું તે હકીકત કરતાં મને બીજી કોઈ બાબત વધુ ખુશ કરતી નથી. હું તો તમારા સૌના પ્રેમના સ્વપ્નમાં જ જીવું છું. મને તમારા બધાનું મનોરંજન કરવાની મંજૂરી આપવા બદલ સૌનો આભાર.”

દર વર્ષે બોલિવૂડના `કિંગ ખાન`ની માત્ર એક ઝલક જોવા માટે તેના ઘરની બહાર મોટી સંખ્યામાં ચાહકો (Shah Rukh Khan Birthday) ભેગા થતાં હોય છે. અને ચાહકોએ આ વર્ષે પણ તેમની આ પરંપરા જાણે જીવંત જ રાખી છે. SRKનું પ્રભાવશાળી વ્યક્તિત્વ વિશાળ ફેન ફોલોઈંગમાં ફેલાય છે. આ સુપરસ્ટારે દર્શકોને `બાઝીગર`, `કભી હાં કભી ના`, `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે`, `કુછ કુછ હોતા હૈ`, `કલ હો ના હો`, `વીર ઝરા` અને બીજી ઘણી યાદગાર ફિલ્મો આપી છે.

અત્યારે તો અભિનેતા શાહરૂખ ખાન બે બ્લોકબસ્ટર ફિલ્મ `પઠાન` અને `જવાન`ની સફળતાને કારણે અત્યંત ખુશ જણાઈ રહ્યો છે. તે તેની આગામી ફિલ્મ `ડંકી`ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે, જે આ ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ સાથે જ તમને જણાવી દઈએ કે રાજકુમાર હિરાણીના દિગ્દર્શનમાં `ચક દે! ઈન્ડિયા’માં આ અભિનેતા પહેલીવાર અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) સાથે સ્ક્રીન શૅર કરશે. આ ફિલ્મ `સ્વદેશ` અભિનેતાના `3 ઇડિયટ્સ`ના નિર્દેશક સાથે પ્રથમ કોલેબરેશન છે.

Shah Rukh Khan happy birthday mannat bollywood news bollywood gossips bollywood entertainment news