વર્ષો બાદ સાથે દેખાયાં શાહરુખ અને પ્રિયંકા

03 December, 2022 05:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા જોનસ ઘણાં વર્ષો બાદ એકસાથે ‘રેડ સી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં દેખાયાં હતાં

પ્રિયંકા ચોપરા

શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા જોનસ ઘણાં વર્ષો બાદ એકસાથે ‘રેડ સી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં દેખાયાં હતાં. પ્રિયંકા શિમરી બેજ ગાઉનમાં ગ્લૅમરસ દેખાઈ રહી હતી. તો શાહરુખે બ્લૅક સૂટ પહેર્યો હતો. રેડ કાર્પેટ પર પ્રિયંકાએ હાથ જોડીને અભિવાદન કર્યું હતું. એ જ દિવસે પ્રિયંકા અને નિક જોનસની મૅરેજ-ઍનિવર્સરી પણ હતી. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી એક વિડિયો ક્લિપમાં દેખાય છે કે જ્યારે શાહરુખને અવૉર્ડ મળે છે ત્યારે આગળની રૉમાં બેઠેલી પ્રિયંકા તેને ચિયર કરતી દેખાય છે.

આગામી ૧૦ વર્ષ સુધી હું ઍક્શન ફિલ્મો કરીશ : શાહરુખ ખાન
શાહરુખ ખાનનું કહેવું છે કે આગામી ૧૦ વર્ષ સુધી તે ઍક્શન ફિલ્મો કરી શકશે. તે સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરેલી ‘પઠાન’માં શાનદાર ઍક્શન કરતો દેખાવાનો છે. આવતા વર્ષે પચીસ જાન્યુઆરીએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં શાહરુખ જબરદસ્ત ઍક્શન કરતો દેખાશે. એ વિશે શાહરુખે કહ્યું કે ‘મેં કદી પણ ઍક્શન ફિલ્મો નથી કરી. મેં હંમેશાં સ્વીટ લવ સ્ટોરીઝ, સોશ્યલ ડ્રામા, નેગેટિવ પાત્રો ભજવ્યાં છે. જોકે કોઈ મને ઍક્શન ફિલ્મમાં કામ નહોતું આપતું. હાલમાં હુ ૫૭ વર્ષનો છું અને વિચારું છું કે હજી આગામી દસ વર્ષ સુધી હું ઍક્શન ફિલ્મો કરી શકીશ. મારે ‘મિશન ઇમ્પૉસિબલ’ જેવી ફિલ્મો કરવી છે. શાનદાર ઍક્શન ફિલ્મો કરવા માગું છું.’

મક્કાની મન્નત પૂરી

શાહરુખ ખાન સાઉદી અરેબિયામાં રેડ સી ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલમાં હાજરી આપ્યા બાદ મક્કામાં પણ પહોંચ્યો હતો.

bollywood news Shah Rukh Khan priyanka chopra