'સારેગામાપા - એક દેશ, એક રંગ' ફરી એક વાર શો હોસ્ટ કરશે શાન

22 May, 2020 08:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

'સારેગામાપા - એક દેશ, એક રંગ' ફરી એક વાર શો હોસ્ટ કરશે શાન

પચીસ વર્ષ. નાનો ગાળો જરાય નથી અને એમાં પણ જ્યારે કોઈ એક શોને પચીસ વર્ષ થતાં હોય એ તો ચોક્કસપણે મોટી વાત કહેવાય. ઝીટીવીના ‘સારેગામાપા’ને પચીસ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે ચૅનલે નક્કી કર્યું છે કે લૉકડાઉન વચ્ચે પચીસ કલાક ચાલનારી મૅરથૉન ઑનલાઇન કૉન્સર્ટ કરવી. આ કૉન્સર્ટ રવિવારે સાંજે ૭ વાગ્યે શરૂ થશે. કૉન્સર્ટ ઝી ગ્રુપની તમામ ચૅનલના સોશ્યલ મીડિયા પર વેબકાસ્ટ થશે તો સાથોસાથ એ તમામ ચૅનલ પર પણ જોવા મળશે.

આ આખા શોને સિંગર શાન હોસ્ટ કરશે. શાન અને ‘સારેગામાપા’ના રિલેશન પણ પચીસ વર્ષ જૂના છે. જો તમને યાદ હોય તો શાન આ શો હોસ્ટ કરતો હતો. પોતાના જૂના દિવસોને યાદ કરતાં શાન કહે છે, ‘મારે માટે હોસ્ટ બનવાનો એ પહેલો અનુભવ હતો. હું રાતે ઊંઘમાંથી જાગી જતો અને ‘વેલકમ એવરીબડી ટુ સારેગામાપા...’ બોલતો. મને આવું કરતો જોઈને મારી વાઇફને એવું લાગતું કે હું ગાંડો થઈ જઈશ, પણ એ દિવસો એવા જ હતા. આજે પણ એ દિવસો યાદ આવે ત્યારે આંખમાં ચમક આવી જાય છે.’

‘સારેગામાપા – એક દેશ એક રંગ’માં શાન તો પર્ફોર્મન્સ આપશે જ આપશે, પણ તેની સાથે હિમેશ રેશમિયા, ઉદિત નારાયણ, અલ્કા યાજ્ઞિક, રિચા શર્મા, જાવેદ અલી, કવિતા કૃષ્ણમૂર્તિ અને કમાલ ખાન જેવા ધુરંધરો પણ પર્ફોર્મ કરશે.

entertainment news zee tv shaan