‘પૃથ્વીરાજ’ માટે દિલ્હી, અજમેર અને કનૌજને રીક્રીએટ કરવા ૨૫ કરોડના ખર્ચે સેટ ઊભો કરાયો

23 May, 2022 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આદિત્ય ચોપડાએ તેમની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં ૧૨મી સદીનાં દિલ્હી, અજમેર અને ક્નૌજને સાકાર કરવા માટે સેટની ડિઝાઇન પર લગભગ પચીસ કરોડનો ખર્ચ કર્યો હતો.

ફિલ્મમાં અક્ષયકુમારની સાથે માનુષી છિલ્લર પણ દેખાવાની છે.

આદિત્ય ચોપડાએ તેમની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં ૧૨મી સદીનાં દિલ્હી, અજમેર અને ક્નૌજને સાકાર કરવા માટે સેટની ડિઝાઇન પર લગભગ પચીસ કરોડનો ખર્ચ કર્યો હતો. આ ઐતિહાસિક ફિલ્મ ૩ જૂને હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અક્ષયકુમારની સાથે માનુષી છિલ્લર પણ દેખાવાની છે. ૧૨મી સદીના આપણા દેશને દેખાડવા માટે યશરાજ ફિલ્મ્સ કોઈ કચાશ બાકી નહોતી રાખવા માગતી અને આ જ કારણ છે કે ફિલ્મ પર ખૂબ ખર્ચ કરવામાં આવ્યો છે. એ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘આ ​ફિલ્મને દર્શકો માટે વિઝ્યુઅલી અદ્ભુત અનુભવ અપાવવો એ ખૂબ મોટું કામ હતું, કેમ કે અમે સૌને બિગ સ્ક્રીન એન્ટરટેઇનરનું વચન આપવા માગતા હતા. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણને ભારતના શાસક નીમવામાં આવ્યા હતા અને દિલ્હી તેમની રાજકીય રાજધાની બની ગઈ હતી. એથી અમે ૧૨મી સદીનાં દિલ્હી, અજમેર અને ક્નૌજને રીક્રીએટ કર્યાં હતાં જે તેમના શાસનકાળ અને જીવન સાથે સંકળાયેલાં છે. દર્શકોને અમે પ્રામાણિકપણે એ દેખાડવા માગતા હતા કે એ સમયે વાસ્તવમાં શહેરો કેટલાં શાનદાર હતાં.’
તો આ ફિલ્મને ડિરેક્ટ કરનાર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું કે ‘આદિત્ય ચોપડાએ દિલ્હી, અજમેર અને કનૌજને રીક્રીએટ કરવાનું કઠિન કામ પોતાના હાથમાં લીધું. સેટ-ડિઝાઇનની પૂરી ટીમને આ સફળ કામગીરી માટે શુભેચ્છા. શહેરોના નિર્માણ માટે સંગેમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિશાળ સેટને બનાવવા માટે ૯૦૦ વર્કર્સે લગભગ ૮ મહિના સુધી સખત મહેનત કરી હતી, જે અમારા માટે કોઈ ચમત્કાર જેવું જ હતું. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના મહલ સહિત દરેક વસ્તુઓને નવેસરથી ક્રીએટ કરવામાં આવી હતી. મને એવું લાગે છે કે આદિત્ય ચોપડાએ તૈયાર કરેલા શહેરને પર્ફેક્ટ દેખાડવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. એથી લોકો જે ટ્રેલરમાં જુએ છે એ તેમને ગમી રહ્યું છે. એથી સેટની ભવ્યતાને જોવા માટે ફિલ્મ જોવી રહેશે.’

bollywood news akshay kumar