01 August, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઈરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કૅટરિના કૈફ અને વિકી કૌશલ હાલમાં અલીબાગમાં વેકેશન માણી રહ્યાં હતાં. હાલમાં બન્નેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં કૅટરિના અને વિકીએ સફેદ આઉટફિટ પહેરીને ટ્વિનિંગ કર્યું છે તેમ જ સનગ્લાસિસ અને માસ્ક પણ પહેર્યાં છે. આ વિડિયોમાં બન્ને એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યાં છે અને કૅટરિનાએ એકદમ ઢીલાં કપડાં પહેર્યાં છે. કૅટરિનાનો આ લુક જોઈને એવી ચર્ચા ચાલી રહી છે કે તે પ્રેગ્નન્ટ છે. કેટલાક ઉત્સાહી ચાહકો તો સોશ્યલ મીડિયામાં કૅટરિનાને અભિનંદન પાઠવી રહ્યાં છે. જોકે આ પહેલાં પણ બે-ત્રણ વખત કૅટરિનાની પ્રેગ્નન્સીની અટકળ કરવામાં આવી હતી, પણ એ વાત ખોટી સાબિત થઈ હતી.