એક્સ બૉયફ્રેન્ડ સાથે થયો સારા અલી ખાનનો સામનો, જાણો પછી શું થયું!

13 May, 2019 05:36 PM IST  |  મુંબઈ

એક્સ બૉયફ્રેન્ડ સાથે થયો સારા અલી ખાનનો સામનો, જાણો પછી શું થયું!

વીર અને સારાનો ફાઈલ ફોટો

સારા અલી ખાન હાલમાં અનન્યા પાંડેની ડેબ્યૂ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર ટુના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. પરંતુ સ્ક્રીનિંગમાં કાંઈક એવું થયું કે સારા વચ્ચે જ પોતાની મિત્ર અનન્યા પાંડેને બાય બોલીને નીકળી ગઈ. થયું એવું કે, સારા અલી ખાનની સ્ટુડન્ટ ઑફ ધ યરનૂ સ્ક્રીનિંગ પર પોતાન એક્સ બૉયફ્રેન્ડ સાથે મુલાકાત થઈ.

શું થયું જ્યારે થયું સામનો?

સ્પોટબૉયના અહેવાલ અનુસાર સારાને એ ખબર નહોતી કે અનન્યા પાંડેની ગેસ્ટ લિસ્ટમાં કોણ-કોણ સામેલ છે. જેવો તેનો સામનો વીર પહરિયા સાથે થયો કે તરત જ સારા થોડી વારમાં ઈવેન્ટમાંથી નીકળીને જતી રહી. વીર પહરિયા, કોઈ બીજું નહીં પરંતુ પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર છે. વીર સાથેના ડેટિંગ મામલે સારાએ કહ્યું હતું કે તે એક વાર રીલેશનશિપમાં રહી ચુકી છે. તેના બોયફ્રેન્ડનું નામ વીર પહરિયા છે.

બ્રેકઅપ પર સારાનું નિવેદન

બ્રેકઅપ પર સારાએ કહ્યું હતું કે વીર સાથે ડેટિંગ કરતા સમયે તેનું દિલ નથી તુટ્યું. બસ એ સંબંધ ચાલી ન શક્યો. અહેવાલો પ્રમાણે જ્યારે સ્ક્રીનિંગમાં વીર અને સારાની મુલાકાત થઈ ત્યારે બંનેએ એકબીજાને હાય-હેલો તો કર્યું. પરંતુ સારા લાંબા સમય સુધી ન રોકાઈ.

આ પણ વાંચોઃ દીપિકા, પ્રિયંકા અને સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામર્સ ઑફ ધ યર

હાલ તો સારાનું નામ કાર્તિક આર્યન સાથે જોડવામાં આવી રહ્યું છે. સારા કાર્તિક સાથે લવ આજકાલ 2નું શૂટિંગ કરી રહી છે. સારાએ ગયા વર્ષે કેદારનાથથી ડેબ્યૂ કર્યું હતું.

sara ali khan Ananya Panday bollywood news