આટલા બદલાઈ ગયા છે અભિનેત્રી ઝીનત અમાન, જુઓ લેટેસ્ટ તસવીરો

07 August, 2019 03:51 PM IST  |  મુંબઈ

આટલા બદલાઈ ગયા છે અભિનેત્રી ઝીનત અમાન, જુઓ લેટેસ્ટ તસવીરો

હવે આવા દેખાય છે ઝીનત અમાન

પોતાના જમાનાની બોલ્ડ અને બ્યુટીફુલ અભિનેત્રીના રૂપમાં જેમની ઓળખ થતી રહી છે એવા ઝીનત અમાનની લેટેસ્ટ તસવીરો સામે આવી રહી છે. એવી અનેક અભિનેત્રીઓ છે જે પોતાના જમાનામાં મશહૂર હતી પરંતુ આજે ગુમનામ થઈ ગઈ છે અને તેમાંથી એક નામ ઝીનત અમાન પણ છે.

જીનત જાણીતા અભિનેતા રઝા મુરાદના પિતરાઈ બહેન છે. બોલ્ડનેસને નવી પરિભાષા આપનારા ઝીનતના પિતા અમાનતુલ્લાહ ખાન એક રાઈટર હતા અને સહાયક તરીકે તેમણે મુગલ-એ-આઝમ અને પાકીઝા જેવી ઐતિહાસિક ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ લખી હતી. ઝીનત જ્યારે 13 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું નિધન થઈ ગયું અને ત્યારે ઝીનતે પોતાન નામમાં પિતાનું નામ અમાન ઉપનામ જોડી લીધું. ક્યારેક પોતાની ખૂબસૂરતી માટે જાણીતી અભિનેત્રી ઝીનત અમાને કેટલાક મહીનાઓ પહેલા એક ઈવેન્ટમાં કાંઈક આવી રીતે જોવા મળી હતી. આ લૂકમાં તેઓ ઓળખાઈ જ નથી રહ્યા.

શું તમને ખબર છે કે ફિલ્મોમાં આવતા પહેલા ઝીનત અમાને પોતાની કરિઅરની શરૂઆત એક પત્રકારના રૂપે કરી હતી. પત્રકારિતા કરતા તેઓ મોડેલિંગ અને એક્ટિંગ તરફ વળ્યા. મોડેલિંગ કરતા તેમણે મિસ ઈન્ડિયા સ્પર્ધામાં પણ ભાગ લીધો અને જેમાં તેઓ સેકન્ડ રનર અપ રહ્યા. તેઓ મિસ એશિયા પેસિફિક બન્યા હતા. જે બાદ તેઓ ફિલ્મોમાં આવ્યા. શરૂઆતની નિષ્ફળતા બાદ તેમને ઓળખ હરે રામા હરે કૃષ્ણા ફિલ્મથી બની, જે બાદ તેમની પાસે ફિલ્મોની ઑફર આવવાની શરૂ કરી.

આ પણ જુઓઃ કૌશાંબી ભટ્ટની ડાન્સરથી એક્ટર સુધીની સફરને જાણો ખૂબસૂરત તસવીરો સાથે..

તસવીરમાં તેમની સાથે આશા પારેખ અને સારા અલી ખાન પણ જોવા મળી રહ્યા છે. આ તસવીર એક કાર્યક્રમની છે જે કેટલાક મહિના પહેલા યોજાયો હતો.

zeenat aman bollywood news