આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'આર્ટિકલ 15'નું રોમેન્ટિક ગીત 'નૈના યે' રિલીઝ

15 June, 2019 06:02 PM IST  |  મુંબઈ

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'આર્ટિકલ 15'નું રોમેન્ટિક ગીત 'નૈના યે' રિલીઝ

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'આર્ટિકલ 15'નું રોમાંટિક ગીત 'નૈના યે' રિલીઝ

આયુષ્માન ખુરાનાની 28 જૂને રિલીઝ થનારી ફિલ્મ આર્ટિકલ 15નું બીજું ગીત રિલીઝ થયું છે. આ ફિલ્મમાં આયુષ્માન એકદમ અલગ અને ઈન્ટેન્સ અવતારમાં જોવા મળી રહ્યા છે. ગયા અઠવાડિયે ફિલ્મનું એક ગીત રિલીઝ થયું હતુ, જે એકદમ અલગ જ હતું. હવે નિર્માતાઓએ આખરે આયુષ્માન ખુરાના અને ઈશા તલવાર પર ફિલ્માવવામાં આવેલું ગીત 'નૈના યે' રિલીઝ કરી દીધું છે. આ ગીતને સાંભળવું અને જોવું બંને એક સારો અનુભવ છે. ગીતમાં આયુષ્માનની લવ લાઈફ બતાવવામાં આવી છે.

ઈશા તલવાર સાથેની આયુષ્માનની કેમેસ્ટ્રી ખૂબ જ સારી છે. ફિલ્મ આર્ટિકલ 15 લંડન ઈંડિયન ફિલ્મ ફેસ્ટિવલના 10માં સંસ્કરણમાં વર્લ્ડ પ્રીમિયર માટે તૈયાર છે. લંડન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ દક્ષિણ એશિયાનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. અને આ ફિલ્મ ઓપનિંગ નાઈટની ફિલ્મ આવશે. ફિલ્મમાં ઈશા તલવાર, એમ નસાર, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મોહમ્મદ જીશાન અયુબ નજર આવશે. આર્ટિકલ 15 અનુભવ સિન્હા અને ઝી સ્ટુડિયો દ્વારા નિર્દેશિત અને નિર્મિત છે.

આ પણ વાંચોઃ મારી ફિલ્મોની પસંદગી પર મારો દીકરો એક દિવસ ગર્વ કરશે : આયુષ્માન

આર્ટિકલ 15નું પહેલું ગીત શુરૂ કરેં ક્યાં રિલીઝ થયું હતું. જેના લીરિક્સ ખૂબ જ જોરદાર છે. જેને સાંભળીને જ તમને ગુસ્સો આવશે. ગીતમાં આયુષ્માનની સાથે કેટલાક રેપર્સ છે. જેઓ સમાજમાં થઈ રહેલા ભેદભાવને લઈને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ ચર્ચામાં છે અને લોકો તેની રાહ જોઈ રહ્યા છે.

ayushmann khurrana bollywood news