Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી ફિલ્મોની પસંદગી પર મારો દીકરો એક દિવસ ગર્વ કરશે : આયુષ્માન

મારી ફિલ્મોની પસંદગી પર મારો દીકરો એક દિવસ ગર્વ કરશે : આયુષ્માન

09 June, 2019 10:03 AM IST | મુંબઈ

મારી ફિલ્મોની પસંદગી પર મારો દીકરો એક દિવસ ગર્વ કરશે : આયુષ્માન

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના


આયુષ્માન ખુરાનાનું માનવું છે કે તેનો દીકરો ભવિષ્યમાં તેની ફિલ્મોગ્રાફી પર ગર્વ કરશે. આયુષ્માને બૉલીવુડમાં શરૂઆત કરી ત્યારથી તે અલગ પ્રકારની ફિલ્મો કરતો આવ્યો છે. આયુષ્માન બે બાળકોનો પિતા છે, પરંતુ તેની ફિલ્મોની પસંદગી કરતી વખતે તે પોતે પિતા છે એવું નથી વિચારતો.

આ વિશે પૂછતાં આયુષ્માને કહ્યું હતું કે ‘એક ઍક્ટર તરીકે હું જ્યારે પણ સ્ટોરી કહું છું ત્યારે એ ક્ષણિક હોય છે. હું પણ મારો વારસો છોડીને જવા માગું છું જેમાં સોસાયટીની વાત કરવામાં આવી હોય. જોકે એક ઍક્ટર તરીકે હું સ્ટોરીને અનુરૂપ કોઈ પણ પાત્ર કરવા માટે તૈયાર છું.



આ પણ વાંચો : હૃતિક રોશન સાથેની ફિલ્મને યોગ્ય કૉમ્બિનેશન જણાવ્યું ટાઇગર શ્રોફે


મારા દીકરાની વાત છે ત્યાં સુધી તે ફક્ત સાત વર્ષનો છે અને તેને વરુણ ધવન અને ટાઇગર શ્રોફ જેવા હીરો ખૂબ જ ગમે છે. તેને મારી ફિલ્મોની સમજ નથી. તે જ્યારે મોટો થશે ત્યારે એક દિવસ મારી પસંદગીની ફિલ્મો પર તેને ગર્વ થશે. સ્ટોરી જે રીતે આગળ વધે અને લોકોને જકડીને રાખે એને આધારે હું એને પસંદ કરું છું પછી હું સિંગલ હોઉં કે મૅરિડ.’


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2019 10:03 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK