16 July, 2025 07:01 AM IST | Ladakh | Gujarati Mid-day Correspondent
સિતારે ઝમીન પરનું સ્ક્રીનિંગ
આમિર ખાનની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’નું સ્ક્રીનિંગ લદ્દાખમાં ૧૧,૫૬૨ ફુટની ઊંચાઈએ આવેલા ૧૪૦ સીટના પિક્ચરટાઇમ થિયેટરમાં પણ થઈ રહ્યું છે.
ગઈ કાલે આ થિયેટરમાં એક સરકારી સ્કૂલના ૧૨ દિવ્યાંગ સ્ટુડન્ટ્સ અને ૬ શિક્ષકો માટે શો રાખવામાં આવ્યો હતો. એ પહેલાં ૧૨ જુલાઈએ ઑટિઝમ ધરાવતાં બાળકો અને તેમના પેરન્ટ્સ માટે સ્ક્રીનિંગ યોજાયું હતું.