મૅરિડ કપલના રોલમાં દેખાશે સારા અને વિકી

19 November, 2022 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સારા અલી ખાન અને વિકી કૌશલ હાલમાં અનટાઇટલ્ડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

મૅરિડ કપલના રોલમાં દેખાશે સારા અને વિકી

સારા અલી ખાન અને વિકી કૌશલ હાલમાં અનટાઇટલ્ડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સેટ પરનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ફિલ્મને લક્ષ્મણ ઉટેકર બનાવી રહ્યો છે. ફિલ્મમાં સારા અને વિકીને પરણેલાં દેખાડવામાં આવશે. આ બન્નેનો જે ફોટો વાઇરલ થયો છે એમાં સારાએ ફ્લોરલ પ્રિન્ટેડ સાડી, મંગળસૂત્ર અને હાથમાં બંગડી પહેરેલી છે. તો વિકી બાઇક પર બેઠેલો દેખાય છે. 
આ બન્ને પહેલી વખત એકસાથે ફિલ્મમાં દેખાવાનાં છે. આ એક રોમૅન્ટિક-કૉમેડી હશે, જે એક સોશ્યલ મેસેજ પણ આપશે. ફિલ્મની સ્ટોરી વિશે વધુ માહિતી નથી મળી.

bollywood news sara ali khan vicky kaushal