ટાઇગર સાથે જોડી જમાવશે સારા?

01 December, 2022 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સારા અને ટાઇગર પહેલી વખત એક ફિલ્મમાં સાથે દેખાવાનાં છે

સારા અલી ખાન

સારા અલી ખાન અને ટાઇગર શ્રોફ જોડી જમાવવાનાં છે. ફિલ્મમેકર જગન શક્તિની આ ઍક્શન-થ્રિલરનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. ફિલ્મને જૅકી ભગનાણી પ્રોડ્યુસ કરશે. સારા અને ટાઇગર પહેલી વખત એક ફિલ્મમાં સાથે દેખાવાનાં છે. ફિલ્મનું શૂટિંગ ભારતની સાથે જ યુરોપમાં પણ થશે. આ મોટા બજેટની ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ફિલ્મમાં કદી ન જોઈ હોય એવી ઍક્શન સીક્વન્સ જોવા મળે એવી શક્યતા છે. ફિલ્મના કલાકારોની જાહેરાત મેકર્સ ટૂંક સમયમાં કરશે.

entertainment news bollywood news bollywood gossips bollywood sara ali khan tiger shroff