સૈફ અલી ખાનના જન્મ દિવસ પર પુત્રી સારાએ શૅર કર્યો ઈમોશનલ મેસેજ

16 August, 2019 03:34 PM IST  | 

સૈફ અલી ખાનના જન્મ દિવસ પર પુત્રી સારાએ શૅર કર્યો ઈમોશનલ મેસેજ

સૈફ અલી ખાન આજે તેનો 49મો જન્મદિવસ લંડનમાં મનાવી રહ્યો છે. સેલિબ્રેશન પહેલા પુત્રી સારી અલી ખાને આ સમયને વધુ ખાસ બનાવ્યો છે. સારાએ સૈફ અલી ખાન સાથે ફોટો શૅર કર્યો છે. ફોટોમાં સારા અલી ખાન તૈમૂર અને ઈબ્રાહિમ અલી સાથે જોવા મળી રહી છે. સૈફ અલી ખાન પણ ફોટોમાં જોડે દેખાઈ રહ્યાં છે. ફોટો શૅર કરતા સારાએ ઈમોશનલ કેપ્શન આપતા સૈફને બર્થ-ડે વિશ કર્યું.

સારાએ ફોટો શૅર કરતા લખ્યું હતું કે, 'જન્મદિન મુબારક અબ્બા... હું તમને ઘણો પ્રેમ કરું છું (Happiest birthday Abba ? ? ? I love you so much).' સારાએ પોસ્ટ કરેલા ફોટોમાં તૈમૂર અલી ખાન ગુસ્સામાં દેખાઈ રહ્યો છે.જો કે કરિના કપૂર ફોટોમાંથી મિસિંગ છે.

સૈફ અલી ખાનની બર્થ-ડે પર સારાની જેમ ગિફ્ટ મળી છે. સૈફ અલી ખાનની અપકમિંગ ફિલ્મ લાલ કપ્તાનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ લાલ કપ્તાન 11 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. સૈફ અલી ખાન નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ 2ને લઈને ચર્ચામાં છે. વેબ સિરીઝમાં નવાઝુદ્દીન સિદ્દકી, પંકજ ત્રિપાઠી લીડ રોલમાં જોવા મળશે.

sara ali khan saif ali khan gujarati mid-day