બકરી ચરાવતી સારા અલી ખાન

11 January, 2022 07:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સારા અલી ખાને બકરી ચરાવવાનું શરૂ કરી દીધું છે.

સારા અલી ખાન

સારા અલી ખાને બકરી ચરાવવાનું શરૂ કરી દીધું છે. તે હાલમાં જ ઉત્તર પ્રદેશ ગઈ હતી. ત્યાંનાં ખેતરોની તેણે મુલાકાત લીધી હતી. એનો ફોટો તેણે શૅર કર્યો હતો. એ ફોટોમાં તેણે સલવાર-કમીઝ પહેર્યાં છે. હાથમાં લાકડી છે અને પાછળ બકરીઓ છે. ટ્રૅક્ટર પર પણ તે બેઠી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘બકરી ચરાના, ટ્રૅક્ટર ચલાના. શું એ માત્ર ફોટો માટે બહાનું હતું? અથવા સારા ચાહતી હતી કે આ છે અલગ ઝમાના?’

sara ali khan bollywood news