મીનાક્ષી સુંદરેશ્વર લઈને આવી રહ્યાં છે સાન્યા મલ્હોત્રા અને અભિમન્યુ

26 November, 2020 07:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીનાક્ષી સુંદરેશ્વર લઈને આવી રહ્યાં છે સાન્યા મલ્હોત્રા અને અભિમન્યુ

સાન્યા મલ્હોત્રા અને અભિમન્યુ દસાણી

સાન્યા મલ્હોત્રા અને અભિમન્યુ દસાણી વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની આગામી ફિલ્મ ‘મીનાક્ષી સુંદરેશ્વર’માં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા વિવેક સોની ડિરેક્શનમાં હાથ અજમાવી રહ્યો છે. આ ફિલ્મમાં તામિલનાડુના મદુરાઈની સ્ટોરી દેખાડવામાં આવશે જેને કરણ જોહર પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શૅર કરીને સાન્યાએ ટ્વીટ કર્યું હતું કે ‘તમને મીનાક્ષી અને સુંદરેશ્વરનાં લગ્નનું આમંત્રણ આપવામાં આવે છે. તેમને ગિફ્ટ્સ અને લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપની ટિપ્સ મોકલો. નેટફ્લિક્સ પર જલદી રિલીઝ થશે.’

આ જ ફોટો ટ્વિટર પર શૅર કરીને અભિમન્યુએ ટ્વીટ કર્યું હતું કે ‘નામમાં શું છે? મારી વાઇફ મીનાક્ષી અને હું તમને ખૂબ મનોરંજન આપીશું. નેટફ્લિક્સ પર જલદી રિલીઝ થશે.’

entertainment news bollywood bollywood news bollywood gossips sanya malhotra upcoming movie