સંજય દત્તે પત્ની ‘મા’ને કરી પ્રેમભરી બર્થ-ડે વિશ

24 July, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય દત્તની પત્ની માન્યતા તેનાથી ૨૦ વર્ષ નાની છે અને હાલમાં દીકરા શાહરાન અને દીકરી ઇકરા સાથે દુબઈમાં રહીને બિઝનેસ કરે છે.

સંજય દત્તની પત્ની માન્યતાની મંગળવારે ૪૭મી વર્ષગાંઠ હતી

સંજય દત્તની પત્ની માન્યતાની મંગળવારે ૪૭મી વર્ષગાંઠ હતી. આ પ્રસંગે સંજયે સોશ્યલ મીડિયા પર અત્યંત પ્રેમભર્યા અંદાજમાં પોતાની પત્ની ‘મા’ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સંજયની પોસ્ટ જોઈને લાગે છે કે તે પત્ની માન્યતાને પ્રેમથી ‘મા’ કહીને સંબોધે છે. સંજયે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાની અને માન્યતાની તસવીર શૅર કરીને એક પ્રેમભરી પોસ્ટ શૅર કરી છે. સંજયે એમાં લખ્યું છે, ‘હૅપી બર્થ-ડે મા, મારા જીવનમાં હોવા બદલ આભાર. તું હંમેશાં મારી તાકાત અને સપોર્ટ રહી છે. મારી સલાહકાર, મારો આધારસ્તંભ. ભગવાન તને હંમેશાં ખુશીઓ આપે. લવ યુ ઑલ્વેઝ... મા...’ સંજય દત્તની પત્ની માન્યતા તેનાથી ૨૦ વર્ષ નાની છે અને હાલમાં દીકરા શાહરાન અને દીકરી ઇકરા સાથે દુબઈમાં રહીને બિઝનેસ કરે છે.

sanjay dutt manyata dutt happy birthday bollywood buzz bollywood news bollywood entertainment news