મેલ ગિબ્સન ને ડેન્ઝેલ વૉશિંગ્ટન જેવા રોલ ભજવવા છે સંજય દત્તને

20 July, 2019 10:28 AM IST  |  મુંબઈ

મેલ ગિબ્સન ને ડેન્ઝેલ વૉશિંગ્ટન જેવા રોલ ભજવવા છે સંજય દત્તને

સંજય દત્ત

સંજય દત્તે તાજેતરમાં જ જ‌ણાવ્યું હતું કે તેને હૉલીવુડનાં મેલ ગિબ્સન અને ડેન્ઝેલ વૉશિંગ્ટન જેવા રોલ ભજવવા છે. મેલ ગિબ્સને ૨૦૦૪માં આવેલી ‘ધ પૅશન ઑફ ધ ક્રિસ્ટ’ને ડિરેક્ટ, પ્રોડ્યુસ કરવાની સાથે એની સ્ટોરી પણ લખી હતી. ડેન્ઝેલ વૉશિંગ્ટને ૨૦૧૮માં આવેલી ‘ધ ઇક્વેલાઇઝર 2’ને પ્રોડ્યુસ કરવાની સાથે એમાં ઍક્ટિંગ પણ કરી હતી. સંજય દત્તે વાઇફ માન્યતા દત્ત સાથે મળીને મરાઠી ફિલ્મ ‘બાબા’ પ્રોડ્યુસ કરી છે. આ ઉંમરમાં તેને કેવા પ્રકારનાં રોલ્સ કરવા છે એ વિશે પૂછવામાં આવતાં સંજય દત્તે કહ્યું હતું કે ‘આ ઉંમરે હું હવે છોકરીઓ સાથે ઝાડની આસપાસ ફરતાં ડાન્સ નથી કરી શકતો. મારે હવે મેલ ગિબ્સન અને ડેન્ઝેલ વૉશિંગ્ટન જેવા ગ્રેટ કૅરૅક્ટર્સ ભજવવા છે. મારા માટે ‘રૉકી’થી માંડીને અત્યાર સુધીની આ લાંબી જર્ની રહી છે. કેટલાક દિગ્ગજ લોકો સાથે કામ કરીને હું ઘણું બધુ શીખ્યો છું.’

મરાઠી ફિલ્મ ‘બાબા’ વિશે સંજય દત્તે કહ્યું હતું કે ‘હું મહારાષ્ટ્રમાં જન્મેલો છું એટલે મારું માનવું છું કે હું મહારાષ્ટ્રીયન છું. મરાઠી સિનેમાનાં કન્ટેન્ટ સારા હોવાથી એને પ્રોડ્યુસ કરવી ગમે છે. એથી જ મેં મરાઠી ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો નિર્ણય લીધો હતો. ફિલ્મનો શ્રેય ‘બાબા’ની ટીમને જાય છે. મને એનો વિષય ગમી ગયો હતો અને મને લાગ્યુ કે મારે એને બનાવવી જોઈએ. મારી લાઇફની સ્ટ્રૅન્થ અને ફિલ્મની સ્ટોરી બન્ને સમાન છે.

આ પણ વાંચો : દિલજિત મને એટલી રિસ્પેક્ટ આપે છે કે ક્યારેક તો મને પોતાને શરમ આવે છે : કરીના

બાળકનાં જીવનમાં પિતાનું ખૂબ મહત્ત્વ હોય છે. હું ખુશ છું કે અમે એક સારી ફિલ્મ સાથે જોડાયા છીએ. અમે દરેક પ્રકારની ફિલ્મો બનાવવા માગીએ છીએ. મારા મતે જેટલુ કન્ટેન્ટ અગત્યનું છે એટલું જ એન્ટરટેઇનમેન્ટ પણ જરૂરી છે.’

sanjay dutt bollywood news mel gibson denzel washington deepak dobriyal Regional Cinema News