સંજય દત્તની દીકરીના BFનું થયું મૃત્યુ, ત્રિશલાએ કરી ભાવનાત્મક પોસ્ટ

04 July, 2019 01:26 PM IST  |  મુંબઈ ડેસ્ક

સંજય દત્તની દીકરીના BFનું થયું મૃત્યુ, ત્રિશલાએ કરી ભાવનાત્મક પોસ્ટ

સંજય દત્તની દીકરીના બૉયફ્રેન્ડનું થયું મૃત્યુ

સંજય દત્તની દીકરી ત્રિશલા દત્તના બૉયફ્રેન્ડની મોત થઈ ગઈ છે. આ દુઃખદ સમાચારને કારણે ત્રિશલાને ખૂબ જ આઘાત લાગ્યો છે. તેણે પોતાના બૉયફ્રેન્ડ માટે એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. ત્રિશલા પોતાના ઇટાલિયન બૉયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં હતી. મંગળવાર 2 જુલાઇના મૃત્યુ થઈ ગઈ છે.

છલકાયું દુઃખ


ત્રિશલાએ સોશિયલ મીડિયા પર આ વાત શેર કરી છે. તેણે લખ્યું, મારું દિલ તૂટી ગયું છે. મને પ્રેમ કરવા, પ્રૉટેક્ટ કરવા અને મારું ધ્યાન રાખવા માટે આભાર. તે મને એટલી ખુશ રાખી, જેટલી હું પહેલા ક્યારેય નહોતી. તને મળીને વિશ્વની સૌથી ખુશનસીબ છોકરી બની ગઈ હતી અને તારી બનીને ધન્ય બની ગઈ. તું હંમેશાં મારી અંદર જીવતો રહીશ. હું તને પ્રેમ કરું છું અને હંમેશાં તને મિસ કરીશ. જ્યાં સુધી આપણે બીજીવાર નહીં મળીએ. હંમેશ માટે તારી. તારી બેલા મિયા.

આ પણ વાંચો : કબીર સિંહે તોડ્યા ઉરી અને ભારત ફિલ્મના રેકૉર્ડ

શેર કરતી હતી બૉયફ્રેન્ડ સાથેની તસવીરો
ત્રિશલાએ ક્યારેય પોતાના બૉયફ્રેન્ડ વિશે વધુ વાત નથી કરી. તેનું નામ પણ ક્યારેય કોઇની સામે નથી આવ્યું, પણ ત્રિશલાએ એ જરૂર જણાવ્યું કે તેનો બૉયફ્રેન્ડ ઇટાલિયન છે. તે પોતાની અને બૉયફ્રેન્ડની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. તો રેડ ડ્રેસ પહેરીને ત્રિશલાએ લખ્યું હતું, મેં એ સ્માઇલ ઓઢી છે જે તે મને આપી છે. ત્રિશલા સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા શર્માની દીકરી છે. 1996માં કેન્સરને કારણે રિચાનું મૃત્યું થયું. અને ત્રિશલાનો જન્મ 1988માં થયો હતો.

sanjay dutt bollywood bollywood news bollywood events bollywood gossips