Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કબીર સિંહે તોડ્યા ઉરી અને ભારત ફિલ્મના રેકૉર્ડ

કબીર સિંહે તોડ્યા ઉરી અને ભારત ફિલ્મના રેકૉર્ડ

04 July, 2019 01:14 PM IST | મુંબઈ ડેસ્ક

કબીર સિંહે તોડ્યા ઉરી અને ભારત ફિલ્મના રેકૉર્ડ

કબીર સિંહ (ફાઇલ ફોટો)

કબીર સિંહ (ફાઇલ ફોટો)


બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મે બૉક્સઑફિસ કલેક્શનથી બધાને અચંબિત કરી દીધા છે. 2019માં ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક પછી કબીર સિંહે બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધી છે. તેની સાથે જ શાહિદ કપૂરની આ પહેલી સોલો ફિલ્મ છે જેણે 200 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી છે અને હવે ફિલ્મ 250 કરોડનો આંકડો પાર કરી શકે છે. કારણ કે ફિલ્મ પાસે હજી ત્રીજું વીકએન્ડ છે જેમાં તે સારી કમાણી કરી શકે છે એવી આશા છે.




કબીર સિંહ ફિલ્મ શાહિદ કપૂરના કારકિર્દીની સૌથી મોટી બ્લૉકબસ્ટર પુરવાર થઈ છે. કબીર સિંહ નવા રેકૉર્ડ બનાવી રહી છે. ફિલ્મે 13માં દિવસે એટલે કે બુધવારે 200 કરોડના ક્લબમાં પહોંચી ગઈ છે. મંગળવારે 8.31 કરોડ રૂપિયાની કમાણી કરતી ફિલ્મે કુલ કમાણી 198.95 કરી લીધી હતી. અને બુધવારે 200 કરોડનો આંકડો પણ સરળતાથી પાર કરી લીધો.


શાહિદ કપૂરના કરિઅરની આ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ સાથે સાથે 200 કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ છે. શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ 21 જૂનના રિલીઝ થઈ હતી અને ફિલ્મે 20.21 કરોડની જબરજસ્ત ઓપનિંગ મેળવી હતી. ફિલ્મે પાંચમાં દિવસે જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો. બુધવારે 200 કરોડનો આંકડો પાર કરનારી કબીર સિંહને ત્રીજા વીકએન્ડનો લાભ મળી શકે છે કારણકે વીકએન્ડમાં વધુ ઑડિયન્સ સિનેમાઘરો સુધી પહોંચે છે. કબીર સિંહ સાથે આ વાત સારી રહી છે કે ફિલ્મ વીક ડેઝમાં પણ સારી કમાણી કરી રહી છે.

આ પણ વાંચો : Kabir singh Box Office Collection: આજે કરી શકે 200 કરોડનો આંકડો પાર

ઉલ્લેખનીય છે કે કબીરસિંહને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી છે, તેમણે જ આ ફિલ્મનું તેલુગુ વર્ઝન પણ ડિરેક્ટ કર્યું હતું. કબીર સિંહમાં કિયારા અડવાણી લીડ રોલમાં છે. કબીરસિંહની સ્ટોરી એક એવા મેડિકલ સ્ટુડન્ટની લવસ્ટોરી છે, જે ભણવામાં જીનિયસ છે પરંતુ ગુસ્સો ખૂબ જ આવે છે. આ ગુસ્સાના કારણે તેની જિંદગીમાં સારુ થાય છે, તો ખરાબ બનાવો પણ બને છે. ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. સાથે જ મહિલા પાત્રને નબળું બતાવવા માટે ફિલ્મની ટીકા પણ થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2019 01:14 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK