દંભી વિશ્વમાં સાનિયા એકદમ રિયલ છે : પરિણીતી ચોપડા

17 November, 2019 09:21 AM IST  |  Mumbai

દંભી વિશ્વમાં સાનિયા એકદમ રિયલ છે : પરિણીતી ચોપડા

પરિણીતિ અને સાનિયા

સાનિયા મિર્ઝાનો ૧૫મી નવેમ્બરે બર્થ-ડે નિમીત્તે પરિણીતી ચોપડાએ તેને વિશ કરતાં દંભી વિશ્વમાં રિયલ જણાવી હતી. સાનિયા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી કે ‘આઇ લવ યુ. આઇ લવ યુ કારણ કે તું આડંબરનાં જગમાં ખરુ વ્યક્તિત્વ ધરાવે છે કારણ કે તું ખૂબ જ નમ્ર છે. ચાલાક લોકોનાં આ જગતમાં તું ખૂબ જ દિલદાર છે. તે તારુ ધડતર જાતે કર્યું છે. તું ઇન્ટેલિજન્ટ, નમ્ર અને સાથે જ ફની પણ છે. આ બધાની સાથે હું તને ખૂબ પ્રેમ કરું છું કારણ કે તું મને હું જે છું એ જ રહેવા દે છે. (સાથે જ તું જ એક એવી વ્યક્તિ છે જે મારા બધા સિક્રેટ્સ જાણે છે.) આઇ લવ યુ મીસ. મારી લાઇફમાં આવવા બદલ આભાર. હૅપી બર્થ-ડે સાનુ.’

parineeti chopra sania mirza