કાગઝના ડાન્સ-નંબર માટે એક રાતમાં કોરિયોગ્રાફી શીખી હતી સંદીપા ધરે

06 January, 2021 07:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાગઝના ડાન્સ-નંબર માટે એક રાતમાં કોરિયોગ્રાફી શીખી હતી સંદીપા ધરે

સંદીપા ધર

સંદીપા ધરે ‘કાગઝ’ના ડાન્સ-નંબર માટે એક રાતમાં કોરિયોગ્રાફી શીખી લીધી હતી. આ ફિલ્મ ઉત્તર પ્રદેશની એક વ્યક્તિના જીવન પર આધારિત છે, જેને પોતે જીવિત છે એ સાબિત કરવા માટે લાંબી લડત ચલાવવી પડી હતી. પોતાના ડાન્સ-નંબર વિશે સંદીપાએ કહ્યું હતું કે ‘સતીશ કૌશિકે મને જ્યારે આ ગીત માટે કૉલ કર્યો હતો હું યુરોપ મારી મ્યુઝિકલ કૉન્સર્ટ માટે જઈ રહી હતી. આ બાબત મારા માટે અચાનક જ આવી પડી હતી. હું આ તક છોડવા નહોતી માગતી. મેં બે દિવસ માટે બ્રેક લીધો હતો અને ભારત આવી ગઈ હતી. મારી પાસે માત્ર એક જ દિવસ રિહર્સલ માટે હતો. એથી ત્રણ મિનિટની એ કોરિયોગ્રાફી મેં માત્ર એક રાતમાં જ શીખી હતી અને 12થી 14 કલાકની એ શિફ્ટમાં એને શૂટ પણ કર્યું હતું.’

entertainment news bollywood bollywood news