માતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ

19 July, 2019 06:34 PM IST  |  મુંબઈ

માતા બન્યા બાદ સામે આવ્યું સમીરા રેડ્ડીનું દર્દ, કરી ઈમોશનલ પોસ્ટ

સમીરાએ શેર કર્યું પોતાનું દર્દ

દીકરીને જન્મ આપ્યાના 5 વર્ષ બાદ સમીરા રેડ્ડીએ તેનો અનુભવ શેર કર્યો છે. અભિનેત્રીએ તેને તેના ઈમ્પર્ફેક્ટલી પર્ફેક્ટ કેમ્પેઈનનો ભાગ ગણાવ્યું છે સમીરા કહે છે કે સી-સેક્શન કરાવ્યા બાદનો સમય ખૂબ જ કપરો હોય છે. કારણ કે ટાંકા ખૂબ જ દુઃખે છે.


સમીરા રેડ્ડીએ ગુરૂવારે એક તસવીર શેર કરી અને તેની સાથે એક નોટ પણ લખી. જેમાં તેણે પ્રેગનેન્સી પછીની તેની સફર વર્ણવી છે. તેમાં લખ્યું છે કે, "મારા ઈમ્પર્ફેક્ટલી પર્ફેક્ટ કેમ્પેઈનના ભાગ રૂપે મે મારી માતા બન્યા પછીની સફર શેર કરવાનું નક્કી કર્યું હતું. તે શરીર પર ખૂબ જ ભારે પડે છે. સી- સેક્શનમાં ટાંકા લેવામાં આવે છે જે ખૂબ જ દુઃખે છે."

વધુમાં તેણે ઉમેર્યું કે, "કોઈપણ વસ્તુ તમારી ઉંઘી ન શકો તેવી રાતો માટે તૈયાર ન કરી શકે. તમારું શરીર ખૂબ જ થાકી જાય."સંતાનને જન્મ આપ્યા બાદ પણ તેનો બમ્પ જોવા મળે છે. જે માટે તેણે કહ્યું કે ટાંકાના કારણે મારું પેટ સોજી ગયું છે.

આ પણ જુઓઃ જુઓ ઓન સ્ક્રીન સીધી સાદી દેખાતી ભૂમિ પેડનેકરના સિઝલિંગ ફોટોસ

મુસાફિરની આ અભિનેત્રીએ એમ પણ ઉમેર્યું કે તેની દીકરીને ખોળામાં લઈને તેને ખૂબ જ સારું લાગ્યું. સમીરાએ 12 જુલાઈએ તેની દીકરીના જન્મની જાહેરાત કરી હતી. 2014માં તેણે પોતાના પહેલા સંતાનને જન્મ આપ્યો હતો.

sameera reddy bollywood news