અગાઉ પણ સમીર વાનખેડે શાહરુખ ખાન માટે ઉભી કરી ચુક્યા છે આફત, જાણો વિગત

27 October, 2021 06:45 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સમીર વાનખેડેએ કસ્ટમ ડ્યુટી ન ભરવાને કારણે શાહરુખ ખાન પર દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 

શાહરુખ ખાન

શાહરુખ ખાન આ દિવસોમાં પોતાના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસ મામલાને લઈ ચિંતામાં છે.  હકીકતે આ મામલે એનસીબીના ઝોનસ ડિરેક્ટર સમીર વાનખેડેએ આરોપીઓ વિરુદ્ધ કેટલાક સબુતો કોર્ટમાં રજૂ કર્યા હોવાથી આર્યન ખાન સહિતના આરોપીઓને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. પરંતુ આ પહેલી વાર નથી કે શાહરુખ ખાન અને સમીર વાનખેડે આમને સામને આવ્યાં હોય. આ અગાઉ પણ સમીર વાનખેડે શાહરુખ માટે આફત ઉભી કરી ચુક્યા છે. સમીર વાનખેડેએ કસ્ટમ ડ્યુટી ન ભરવાને કારણે શાહરુખ ખાન પર દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 

વર્ષ 2011ની વાત છે, જ્યારે શાહરૂખ ખાન હોલેન્ડ અને લંડનથી વેકેશન માણી તેના આખા પરિવાર સાથે મુંબઈ પાછો ફર્યો હતો. વાનખેડે એરપોર્ટ પર કસ્ટમ ઓફિસમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે કામ કરતો હતો. તેમની ટીમે આખા પરિવારને એરપોર્ટ પર જ રોકી દીધા હતા. તેના સામાનમાંથી આવા ઘણા વિદેશી સામાન મળી આવ્યા હતા, જેના પર કસ્ટમ ચાર્જ ચૂકવવો જરૂરી હતો.

શાહરૂખ ખાન પાસે કુલ 20 બેગ હતા, ત્યારબાદ એરપોર્ટ પર તેની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. શાહરૂખ ખાન અને તેના પરિવારને રૂ. 1.50 લાખની કસ્ટમ ડ્યુટી ચૂકવ્યા બાદ તેને જવા દેવામાં આવ્યા હતા.

શાહરૂખ એકમાત્ર એવો અભિનેતા નથી જે સમીર વાનખેડે સાથે ટકરાયો હોય, શાહરૂખની સાથે વાનખેડેએ અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, બિપાશા બાસુ, વિવેક ઓબેરોય, મનિષા લાંબા, રણબીર કપૂર, મિકા સિંહ, અનુરાગ કશ્યપ, રિયા ચક્રવર્તી જેવા ફિલ્મ સ્ટાર્સને પોતાના રડારમાં લીધા છે.

ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરે NCBની ટીમે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝ શિપ પર દરોડો પાડ્યો હતો. જ્યાં NCBએ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત આઠ લોકોની અટકાયત કરી હતી. 

bollywood news NCB Narcotics Control Bureau Shah Rukh Khan