03 July, 2026 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુની ‘મા ઇન્ટી બંગારમ’
સમન્થા રુથ પ્રભુની ‘મા ઇન્ટી બંગારમ’ રિલીઝ થયા બાદથી જ જબરદસ્ત ચર્ચામાં છે. આ ફિલ્મમાં સમન્થાના અંદાજે દર્શકોનાં દિલ જીતી લીધાં છે. આ પહેલાં ૨૦૦૯માં આવેલી અનુષ્કા શેટ્ટીની ફિલ્મ ‘અરુંધતી’ મહિલા-કેન્દ્રિત તેલુગુ ફિલ્મો માટે એક માપદંડ માનવામાં આવતી હતી પણ હવે સમન્થાની ‘મા ઇન્ટી બંગારમ’એ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રિપોર્ટ પ્રમાણે ‘મા ઇન્ટી બંગારમ’એ વિશ્વભરમાં અંદાજે ૮૩ કરોડ રૂપિયાથી વધુ અને ભારતમાં ૫૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ સાથે એ તેલુગુ સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી મહિલા-કેન્દ્રિત ફિલ્મ બની ગઈ છે. આ પહેલાં આ રેકોર્ડ ‘અરુંધતિ’ના નામે હતો પણ હવે આ સિદ્ધિ ‘મા ઇન્ટી બંગારમ‘’ના નામે નોંધાઈ છે.