પ્રેગ્નન્સીમાં સમન્થા રુથ પ્રભુનું ૧૧ કિલો વજન વધ્યું

31 August, 2026 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમન્થા રુથ પ્રભુએ પ્રેગ્નન્સી દરમિયાન વધતા વજન વિશે ખુલ્લેઆમ વાત કરી છે. ચાહકો સાથેની વાતચીતમાં સમન્થાએ જણાવ્યું કે તેનું વજન ૧૧ કિલો વધી ગયું છે અને તે માતૃત્વની આ સફરને દિલથી માણી રહી છે.

સમન્થા રુથ પ્રભુ

સમન્થા રુથ પ્રભુ હાલમાં પોતાના જીવનના સૌથી ખાસ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે પોતાના પહેલા બાળકના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત છે અને આ નવી સફરની સુંદર ઝલક તે સતત સોશ્યલ મીડિયા પર ચાહકો સાથે શૅર કરતી રહે છે. હાલમાં સમન્થાએ સોશ્યલ મીડિયામાં ફૅન્સ સાથે વાત કરી હતી જેમાં ચાહકોએ પ્રેગ્નન્સી અને માતૃત્વ વિશે અનેક સવાલો પૂછ્યા. આ દરમ્યાન સમન્થાએ પ્રેગ્નન્સીમાં વધતા વજન વિશે પણ ખુલ્લેઆમ વાત કરી.
સેશન દરમ્યાન સમન્થાએ નવી માતાઓને પૂછ્યું, ‘તમે બધા કેમ છો?’ આ સવાલના જવાબમાં એક ચાહકે લખ્યું કે તેનું વજન સતત વધી રહ્યું છે. આ વાત સાંભળીને સમન્થાએ કહ્યું હતું કે ‘હું તમારી લાગણી સમજી શકું છું. મારું વજન પહેલેથી જ ૧૧ કિલો વધી ગયું છે.’ જોકે આટલું કહીને સમન્થાએ સ્વીકાર્યું કે તે હાલમાં દિલથી પ્રેગ્નન્સીના આ સમયને માણી રહી છે.

samantha ruth prabhu entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood