29 May, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુ
સમન્થા રુથ પ્રભુના ફૅન્સની સંખ્યા ઘણી વધારે છે. હાલમાં સમન્થા ચૉકલેટ બ્રાઉન રંગના બૉડીકૉન ડ્રેસમાં જોવા મળી હતી. ૩૮ વર્ષની સમન્થાના ફૅન્સને તેનો આ લુક પસંદ તો પડ્યો પણ તેના ઘટી ગયેલા વજને સૌથી વધારે ધ્યાન ખેંચ્યું. સમન્થાએ બૉડીકૉન ડ્રેસ પહેરીને બતાવી દીધું કે તેણે સારુંએવું વજન ઉતારીને બહુ સારી રીતે જાતનો મેકઓવર કરી લીધો છે. આ ઇવેન્ટમાં જ્યારે બીજી ઍક્ટ્રેસ બ્લૅક અને સિલ્વર ડ્રેસમાં જોવા મળી ત્યાં સમન્થાએ અલગ રંગ પસંદ કરીને સરળતાથી બાજી મારી લીધી.