31 October, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવમા મહિનામાં પણ સમન્થાનું વર્કઆઉટ
સમન્થા રુથ પ્રભુ હાલ પોતાના જીવનના પ્રેગ્નન્સીના એક ખાસ તબક્કાને માણી રહી છે. પ્રેગ્નન્સીના નવમા મહિનામાં પહોંચ્યા બાદ સમન્થાએ સોશ્યલ મીડિયા પર એક ખાસ વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં સમન્થા પ્રેગ્નન્સીના શરૂઆતના દિવસોથી લઈને નવમા મહિના સુધીની પોતાની ફિટનેસ-જર્નીની ઝલક બતાવતી જોવા મળે છે.
સમન્થાએ સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે પ્રેગ્નન્સીના અલગ-અલગ તબક્કા દરમ્યાન કસરત કરતી જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ વિડિયોમાં તેની વર્કઆઉટ કરવાની રીત અને શરીરમાં આવેલા ફેરફારો બન્ને એકસાથે જોવા મળે છે. આ વિડિયો દ્વારા તેણે બતાવ્યું છે કે પ્રેગ્નન્સીના શરૂઆતના મહિનાથી લઈને અંતિમ તબક્કા સુધી તેની ફિટનેસ દિનચર્યા કેવી રીતે આગળ વધી હતી. આ ફિટનેસ-વિડિયો સાથે તેણે લખ્યું હતું કે ‘આ દિવસોમાં ટ્રેઇનિંગ કરવાની રીત થોડી અલગ છે. હવે વધુ મહેનત કરવા કરતાં શરીરની વાત સાંભળવી વધુ મહત્ત્વપૂર્ણ છે.’