આર્મીના જવાનોથી વિકી કૌશલ કેમ ડરી ગયો હતો?

10 November, 2023 01:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમાં વિકીની સાથે ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા પણ લીડ રોલમાં જોવા મળવાની છે. પોતાના રોલમાં પ્રાણ પૂરવા માટે વિકીએ ખૂબ રિસર્ચ કર્યું હતું.

વિકી કૌશલ

વિકી કૌશલની ‘સૅમ બહાદુર’ આ વર્ષે પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. મેઘના ગુલઝારની આ ફિલ્મ ભારતના પહેલા ફીલ્ડ માર્શલ સૅમ માણેકશોની લાઇફ પર આધારિત છે. એમાં વિકીની સાથે ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા પણ લીડ રોલમાં જોવા મળવાની છે. પોતાના રોલમાં પ્રાણ પૂરવા માટે વિકીએ ખૂબ રિસર્ચ કર્યું હતું. તેમની લાઇફ વિશે વાંચ્યું અને તેમના વિડિયોઝ જોયા હતા. આવા સન્માનનીય વ્યક્તિની ભૂમિકા ભજવવાની તક મળતાં એના પર ખરા ઊતરવા વિશે વિકીએ કહ્યું કે ‘મારા માટે સૌથી મોટું વૅલિડેશન એ છે કે હું જ્યારે યુનિફૉર્મ પહેરીને ​પર્ફોર્મ કરું અને એને આર્મી પસંદ કરે. અમે આ ફિલ્મમાં ખૂબ યોગદાન આપ્યું છે. અમે દરેક નાની બાબત જેવી કે રિબન કે પછી મેડલ હોય એના પર ધ્યાન આપ્યુ છે. મને નથી લાગતું કે એમાં કોઈ ખામી રહી ગઈ હોય. હું હંમેશાં ભારતીય સેનાને મળું છું અને તેઓ મને ખૂબ પ્રોત્સાહન આપે છે. તેઓ જણાવતા કે તેમને એ વાતની ખુશી છે કે આ ફિલ્મ હું કરું છું. છેલ્લે તેઓ એમ કહીને ડરાવી દેતા કે ઠીક સે કરના, તું પ્રતિષ્ઠિત વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે.’

સૅમ માણેકશોનો રોલ કરવો તેને અઘરો લાગ્યો હતો. એ વિશે વિકીએ કહ્યું કે ‘મેં આજ સુધી ભજવેલા રોલમાં આ રોલ ખૂબ અઘરો હતો. કેવી રીતે વાત કરવી અને કેવી રીતે ચાલવું. એ સિવાય તેઓ જે રીતે ઉદાર વ્યક્તિ હતા એના માટે ખૂબ મહેનત કરવી પડી હતી. હું એટલું ચોક્કસ કહીશ કે ફિલ્મમાં હું જેવો દેખાઉં છું એની પાછળ ટીમની મહેનત અને મેઘનાનું અઢળક રિસર્ચ જવાબદાર છે.’

vicky kaushal sanya malhotra bollywood news bollywood gossips bollywood entertainment news