સલમાન ખાનની બહેન પાસેથી જ્યારે માગવામાં આવ્યું આઇડી પ્રૂફ, જાણો પછી શું

23 November, 2019 04:24 PM IST  |  Mumbai Desk

સલમાન ખાનની બહેન પાસેથી જ્યારે માગવામાં આવ્યું આઇડી પ્રૂફ, જાણો પછી શું

સલમાન ખાનની માનેલી બહેન અને ફિલ્મ અભિનેતા પુલકિત સમ્રાટની પત્ની શ્વેકા રોહિરાને તાજેતરમાં જ એક એવી ઘટનાનો સામનો કરવો પડ્યો જે ખૂબ જ અટપટી હતી. શ્વેતા રોહિરા તે સમયે મુશ્કેલીમાં હતી, જ્યારે એક સુરક્ષા ગાર્ડે તેને એક રેસ્ટોબારમાં પ્રવેશ કરતા પહેલા પોતાનું આઇડી પ્રૂફ બતાવવા માટે કહ્યું. જ્યારે તમને રેસ્ટોબારમાં પોતાનું આઇડી પ્રૂફ તૈયાર રાખવા માટે કહેવામાં આવે તો તે ખૂબ જ શરમજનક થઈ શકે છે.

સલમાન ખાનની માનેલી બહેન અને અભિનેતા પુલકિત સમ્રાટની એક્સ વાઇફ શ્વેતા રોહિરાને તાજેતરમાં એવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો. તાજેતરમાં જ શ્વેતા વર્સોવામાં પોતાન નજીકના મિત્રો સાથે એક રેસ્ટોબારમાં ગઈ હતી. જેવી તે એન્ટ્રી કરવાની હતી, ત્યાંના સિક્યોરિટી ગાર્ડે શ્વેતાને પોતાનું આઇડી પ્રૂફ બતાવવા માટે કહ્યું કારણકે તેની માટે એ વિશ્વાસ કરવું મુશ્કેલ હતું કે તે 18 વર્ષથી વધારેની વય ધરાવે છે.

આ વિશે જણાવતાં શ્વેતા રોહિરાએ કહ્યું કે, "હાઁ, હું વર્સોવાના સિરોકોમાં ગઈ હતી અને આ એક ભયાનક અનુભવ હતો. સિક્યોરિટી ગાર્ડ મને એન્ટ્રી કરવા જ નહોતો આફી રહ્યો અને મને મારું આઇડી પ્રૂફ બતાવવા માટે કહી રહ્યો હતો. હું ચોંકી ગઈ પણ અંદરોઅંદર હું ખુશ પણ હતી કારણકે હું મારી ઉંમર કરતાં નાની દેખાતી હતી." શ્વેતાએ આગળ જણાવ્યું કે, "લગભગ 10 મિનિટ સુધીમાં હું મારી પર્સમાં મારું આઇડી કાર્ડ શોધી શકી અને પછી મંને અંદર જવા આપી. મારા મિત્રો મારા પર હસવા લાગ્યા હતા."

આ પણ વાંચો : ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

શ્વેતા અને પુલકિતે ડિવોર્સ લઈ લીધું છે. પુલકિતનું નામ ત્યારે ફિલ્મ અભિનેત્રી યામી ગૌતમ સાથે જોડાયું હતું. તેના પછી ચર્ચા હતી કે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે. પુલકિતનું નામ હવે કૃતિ ખરબંદા સાથે જોડવામાં આવી રહ્યું છે. બન્નેને લઈને અફવાઓ પણ આવી રહી છે.

Salman Khan pulkit samrat shweta rohira bollywood versova bollywood news bollywood gossips