ઑક્ટોબરમાં 'બિગ બૉસ 14' અને 'રાધે'નું શૂટિંગ શરૂ કરશે સલમાન?

11 September, 2020 07:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑક્ટોબરમાં 'બિગ બૉસ 14' અને 'રાધે'નું શૂટિંગ શરૂ કરશે સલમાન?

સલમાન ખાન

સલમાન ખાન ઑક્ટોબરમાં ‘બિગ બૉસ 14’ અને ‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નું શૂટિંગ શરૂ કરે એવી શક્યતા છે. કોરોનાના ફેલાવા બાદ લાગુ થયેલા લૉકડાઉનને કારણે સલમાન ઘણા મહિનાઓથી પનવેલના તેના ફાર્મ હાઉસમાં રહે છે. તે હાલમાં જ બાંદરાના પોતાના ઘરે પાછો ફર્યો છે. એવી શક્યતા છે કે ‘બિગ બૉસ 14’ ૪ ઑક્ટોબરે શરૂ થવાનો છે. શોનો પ્રીમિયર એપિસોડ હંમેશાં એક દિવસ પહેલાં જ શૂટ કરવામાં આવે છે જેથી સ્પર્ધકોનાં નામ બહાર ન પડી શકે. જોકે વર્તમાન સંકટને જોતાં ૩ દિવસ પહેલાં જ શૂટ કરવામાં આવશે. ત્યાર બાદ મુંબઈના મેહબૂબ સ્ટુડિયોમાં ‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નું શૂટિંગ કરવામાં આવશે. અહીં માત્ર ૧૦થી ૧૨ દિવસ શૂટિંગ ચાલશે જે ગીતનું શૂટિંગ સલમાન અને દિશા પટણી પર ફિલ્માવવામાં આવશે. આ ફિલ્મમાં જૅકી શ્રોફ અને રણદીપ હુડા પણ જોવા મળશે. આ ફિલ્મ સાઉથ કોરિયાની ફિલ્મ ‘વેટરન’ની રીમેક છે.

entertainment news Bigg Boss Salman Khan upcoming movie bollywood bollywood news