Dabangg 3માં ટ્વિસ્ટ! Mahesh Manjrekarની દીકરી સાથે સલમાન કરશે રોમાન્સ

16 July, 2019 12:38 PM IST  |  મુંબઈ

Dabangg 3માં ટ્વિસ્ટ! Mahesh Manjrekarની દીકરી સાથે સલમાન કરશે રોમાન્સ

સલમાન અને સઈ

બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) 'ભારત'ની સફળતા બાદ 'દબંગ 3'ની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના સેટથી તેમણે ઘણી તસવીરો પણ શૅર કરી ચૂક્યા છે. ભાઈજાનની આ ફિલ્મને લઈને રોજ નવા સમાચાર સામે આવતા રહે છે. ક્યારે ફિલ્મના આઈટમ સૉન્ગને લઈને તો ક્યારે એમના પાત્રને લઈને. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે વાર્તામાં થોડું ટ્વિસ્ટ છે.

સમાચારની માનીએ તો સલમાન આ ફિલ્મમાં એક નહીં પરંતુ બે છોકરીઓ સાથે રોમાન્સ કરશે. એટલે આ વખતે સલમાન ખાનની પ્રેમિકા ફક્ત 'રજ્જો' (સોનાક્ષી સિન્હા) નહીં કોઈ બીજી રહેશે. રિપોર્ટ્સ મુજબ સલમાન આ ફિલ્મમાં ડાયરેક્ટર મહેશ માંજરેકરની દીકરીને લૉન્ચ કરવાના છે.

લાંબા સમયથી આ ચર્ચા હતી કે માંજરેકરની દીકરી સઈની બૉલીવુડમાં એન્ટ્રી સલમાન કરાવશે. પરંતુ તે કઈ ફિલ્મ હશે એનો કુલાસો નથી થયો. પરંતુ હવે સમાચારની માનીએ તો સઈ સલમાનની 'દબંગ 3'થી બૉલીવુડમાં ડેબ્યૂ કરશે.

આ પણ જુઓ : Hetal Gada:નાની ઉંમરે જ ટેલેન્ટના પારખાં કરાવી રહી છે આ ગુજરાતી છોકરી

આ રહેશે સઈનો રોલ

આ વખતે ફિલ્મમાં ચુલબુલ પાન્ડે એટલે સલમાન ખાનને 18 વર્ષથી ઓછીં ઉંમરના હશે. આ તે સમયની વાર્તા દર્શાવવામાં આવશે ત્યરે ચુલબુલ પાન્ડેને પોલીસની નોકરી નહોતી મળી. માનવામાં આવી રહ્યું છે કે એ દરમિયાન સઈ અને સલમાનનો લવ એન્ગલ સેટ થશે. સમાચાર એવા પણ છે કે ફિલ્મમાં બન્નેનું એક ગીત પણ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે 'દબંગ 3' સીરીઝની ત્રીજી ફિલ્મ હશે. આ ફિલ્મમાં પણ રજ્જોનું પાત્ર સોનાક્ષી સિન્હા જ ભજવશે. ફિલ્મ આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે.

dabangg 3 Salman Khan mahesh manjrekar bollywood news