સલમાન ખાનનો કસરત કરવાનો નવો અંદાજ

19 June, 2019 10:53 AM IST  | 

સલમાન ખાનનો કસરત કરવાનો નવો અંદાજ

સલમાનનો કસરતનો યુનિક અંદાજ

સલમાન ખાન તેની ફિટનેસને ખૂબ જ સિરિયસલી લે છે. તે એ વાતનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે કે તેની સિક્યૉરિટી ટીમ તેને એ માટે મદદ કરે છે કે નહીં. સલમાન ખાને સોમવારે રાતે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં તે પગની કસરત કરતો જોવા મળી રહ્યો છે. આ વિડિયોમાં લેગ પ્રેસમાં સલમાને વજન તરીકે તેના સિક્યૉરિટી ગાર્ડને બેસાડેલા જોવા મળી રહ્યો છે. વિડિયો શૅર કરતાં સલમાને લખ્યું હતું કે હાઈ અને લોનો અનુભવ કર્યા બાદ મારી સિક્યૉરિટીને અહેસાસ થયો છે કે તેઓ મારી સાથે કેટલા સિક્યૉર છે.

આ પણ વાંચો: લખનઉમાં ગુલાબો સિતાબોનું શૂટિંગ શરૂ કર્યું બિગ બીએ

bollywood gossips Salman Khan gujarati mid-day